ગુજરાતમાં વંટોળ સાથે વરસાદ; ભારે વરસાદની આગાહી
અમદાવાદ, 11 મે : અમદાવાદ સહિત આજે ગુજરાત રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં બપોરની કાળઝાળ ગરમી બાદ સાંજે વંટોળ ફૂંકાયા બાદ વરસાદી ઝાપટા પડયા હતા. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદ પડવાના કારણે પાકને વ્યાપક નુકસાન થવાની દહેશત ઉભી થઇ ગઇ છે.
ગુજરાતમાં 15 દિવસ પહેલા જ કેટલાક ભાગોમાં વાવાઝોડુ ફુંકાયું હતુ અને વરસાદ પણ પડયો હતો જેના લીધે ભારે નુકસાન થયું હતું. હવામાનની આ પ્રકારની સ્થિતિના કારણે તંત્ર ભારે ચિંતાતુર બની ગયું છે.

રાજ્યના હવામાન અંગે પ્રાપ્ત માહિતી મુજબ સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં પૈકી રાજકોટમાં પવન સાથે વરસાદ તુટી પડયો હતો. અમરેલીના લાઠીમાં પણ ભારે પવન સાથે વરસાદ પડયો હતો. સાવરકુંડલાના દોલતીમાં પવન સાથે વરસાદ થતાં પાકને નુકસાન થવાની ભીંતી ઉભી થઇ ગઇ છે.
અમદાવાદ માટેની સ્થાનિક આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, શહેરના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ઘટીને 39.9 ડિગ્રી રહ્યું હતું. તાપમાનમાં એકાએક ફરીવાર ઘટાડો થયો છે. તાજેતરમાં જ પારો 44 સુધી પહોંચી ગયો હતો પરંતુ આજે તાપમાનમાં ફરી ઘટાડો થયો હતો.
આજે રાજ્યમાં સૌથી વધારે મહત્તમ તાપમાન વલ્લભ વિધ્યાનગરમાં 42 ડિગ્રી થયું હતું. હવામાન વિભાગે માહિતી આપતા કહ્યું છે કે રાજ્યમાં હિટવેવની કોઇપણ ચેતવણી નથી પરંતુ હળવા વરસાદી ઝાપટા ગાજવીજ સાથે પડી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
