વાયબ્રન્ટ ગુજરાતથી માત્ર 10-15 લોકોને ફાયદો: રાહુલ ગાંધી
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે નવસર્જન આદિવાસી અધિકાર મહાસભાને સંબોધી હતી.
ગુજરાત કોંગ્રેસે રાજ્ય સ્થાપના દિવસની તથા આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ ની ઉજવણી સાથે નર્મદા ના ડેડિયાપાડા ખાતે 'નવસર્જન ગુજરાત આદિવાસી અધિકાર મહારેલી' યોજી હતી. ડેડીયાપાડાના APMC ગ્રાઉન્ડ ખાતે જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં ભાગ લેવા તથા જનસભા સંબોધન માટે રાહુલ ગાંધી નવી દિલ્હીથી ગુજરાત કોંગ્રેસ માટે નવી બનાવાયેલી ટીમના લીડર અશોક ગેહલોત સાથે બપોરે 12 વાગે વડોદરા ના હરણી એરપોર્ટ ખાતે આવ્યા હતા. જ્યાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા શંકર સિંહ વાઘેલા દ્વારા એમનું સ્વાગત સ્વાગત કરવામાં આવ્યું હતું.

બપોરે દોઢ વાગે રાહુલ ગાંધી હેલિકોપ્ટર મારફત ડેડિયાપાડા પહોંચ્યા હતા. સ્ટેજના પાછળના ભાગે તેમણે પહેલાં આદિવાસી સમાજના ખેડૂત તથા કામદારોના આગેવાનો સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસ દ્વારા સુક્મા હુમલામાં શહીદ થયેલ નેતાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યાર બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે નવસર્જન આદિવાસી અધિકાર મહાસભાને સંબોધી હતી.

અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં હાલત ખરાબ
સભામાં રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલ, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિપક્ષના નેતા સહીત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિતિ રહ્યા હતા. રાહુલ ગાંધીએ ભાજપને આડેહાથ લીધું હતું. ગુજરાત મોડેલ બાબતે તેમણે જણાવ્યું હતું કે, આ ગુજરાત મોડેલ છે જ નહિ. ભાજપે ગુજરાતને વિકાસ મોડેલ તરીકે માત્ર કાગળ પર જ બતાવ્યું છે. આજે પણ અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં હાલત ખરાબ છે.
ગુજરાતનો વિકાસ કોઇ એક વ્યક્તિને આભારી નથી
રાહુલ ગાંધીએ કહ્યું કે, ગુજરાતે દેશ માટે ઘણું કર્યું છે. ગુજરાત ભારતની શાન છે. ગુજરાતનું પરિવર્તન અને વિકાસ કોઇ એક વ્યક્તિને આભારી નથી. ગુજરાતનો વિકાસ કરોડો મહીલાઓ અને ખેડુતોએ કર્યો છે, એની સાથે કોંગ્રેસની વિચારધારા જોડાયેલી હતી.
વાયબ્રન્ટમાં માત્ર 10-15 લોકોને ફાયદો
ગુજરાતમાં પહેલાં પોલસન ડેરી હતી, પોલસન કંપની અંગ્રેજોની મદદ કરતી હતી અને દૂધના સારા ભાવ નહોતી આપતી. ગાંધીજીના આદેશ પર સરદાર પટેલ ગુજરાત આવ્યા, ત્રિભુવન પટેલે સરદારને મદદ કરી અને આખરે અમુલનો પાયો નંખાયો. ગુજરાતમાં હાલ માત્ર 10-15 લોકોનું રાજ ચાલે છે. વાયબ્રન્ટ ગુજરાતથી માત્ર 10-15 લોકોને જ ફાયદો થયો છે. સરકાર ખેડૂતોની વાત નથી સાંભળતી. કોંગ્રેસે દેશભરના ખેડૂતોની જમીનની રક્ષા કરી છે.
આદિવાસીઓને BJPનુ કંઇ ન ખપેઃ તુષાર ચૌધરી
કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ ભાજપ તથા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપ દ્વારા અદિવાસીઓનું અપમાન કરવામાં આવ્યું છે અને તેનો બદલો લેવાનો સમય આવી ગયો છે. ભાજપ દ્વારા આદિવાસી બહેનોને જે કેસરી સાડી આપવામાં આવી છે તેની ગામેગામ હોળી કરો. જીતુ વાઘાણી પર પ્રહારો કરતાં તેમણે કહ્યું કે, ભાજપના પ્રદેશ પ્રમુખ આદિવાસીઓને દારૂ-ચવાણાથી ખરીદવાની વાતો કરે છે. આદિવાસીઓને ભાજપનુ કાંઇ ના ખપે.
કોંગ્રેસને 108થી વધુ બેઠક મળશેઃ શંકર સિંહ વાઘેલા
શંકરસિંહ વાઘેલાએ અહીં કહ્યું કે, ભાજપ માટે આદિવાસીઓ માણસ નથી, જંગલી છે. ભાજપને આદિવાસીઓની માણસ તરીકે કદર નથી. ભાજપની યુવાનોને રોજગારી આપવાની કોઇ દાનત નથી. કોંગ્રેસ 40 લાખ બેરોજગારોને નોકરી આપશે. આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 108થી વધુ બેઠકો મળશે અને કોંગ્રેસની સરકાર આવતાં આદિવાસીઓના તમામ પ્રશ્નો ઉકેલવામાં આવશે.
ગુજરાતની સ્થાપનામાં કોંગ્રેસનો મોટો ફાળોઃ ભરતસિંહ સોલંકી
ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, ગુજરાતની સ્થાપનામાં ભાજપ કે જનસંઘ કોઇ ન હતું. ગુજરાતની સ્થાપના કરવામાં સૌથી મોટો ફાળો કોંગ્રેસનો છે. કોંગ્રેસ કોઇ મૂડીપતિઓને ગુજરાતના માલિક નહીં થવા દે. કોંગ્રેસની સરકાર આવશે તો આદિવાસી ઈકોનોમી ઝોન બનાવવામાં આવશે તથા આદિવાસીઓ માટે આવકના સાધનો ઉભા કરવામાં આવશે.
આદિવાસીઓને નર્મદાનું પાણી મળેઃ અહેમદ પટેલ
સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલે સભા સ્થળની મુલાકાત લીધી હતી. અહેમદ પટેલે કહ્યું કે, મારા રાજકીય જીવનમાં આટલી મોટી મીટીંગ મેં ક્યારેય જોઇ નથી, 2017ની ચૂંટણીમાં ભાજપનો પરાજય થશે અને કોંગ્રેસનો વિજય થશે. નરેન્દ્ર મોદીએ પોતાના માનસમાંથી લાલ બત્તી દૂર કરવાની જરૂર છે. આદિવાસીઓને નર્મદાનું પાણી મળવું જોઇએ.
1 લાખ માણસોને બેસવાની વ્યવસ્થા
ડેડિયાપાડાના APMC ગ્રાઉન્ડમાં જાહેરસભા માટે 1 લાખ માણસો બેસી શકે તેવો વિશાળ શામિયાણો તથા નેતાઓને બેસવા માટે 100 બાય 70 ફૂટનો મોટો મંચ બનાવવામાં આવ્યો હતો.
ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત
તંત્ર દ્વારા સભા માટે ચાંપતો બદોબસ્ત ગોઠવાયો હતો 1 SP, 5 DYSP, 10 પોલીસ ઇન્સ્પેકટર, 42 PSI, 566 પોલીસ કોન્સ્ટેબલ, 170 મહિલા પોલીસ, 50 SRP, 50 GRD, 50 હોમ ગાર્ડ સહીત 4 જિલ્લાની પોલીસ ખડે પગે હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
