રાજકોટમાં રાહુલનું પ્રોત્સાહન : 2014ની ચૂંટણીઓ કરો યા મરોનો જંગ નથી
રાજકોટ, 4 ઓક્ટોબર : ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ અને કોંગ્રેસ કાર્યકરોના લોકપ્રિય નેતા રાહુલ ગાંધીએ આજે રાજકોટની મુલાકાત લીધી હતી. આજે રાજકોટમાં સૌરાષ્ટ્રના પાર્ટી કાર્યકરોને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે 2014ની ચૂંટણીઓમાં કરો યા મરોની સ્થિતિ નથી.
લોકસભા ચૂંટણી 2014 માટે પ્રચારનો આરંભ થઇ ગયો છે ત્યારે રાહુલ ગાંધીએ રાજકોટમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા. રાહુલ ગાંધીએ પાર્ટીના કાર્યકરોને શું જણાવ્યું તે અંગે રાહુલના શબ્દો ટાંકીને જામનગરના કોંગ્રેસી સાંસદ વિક્રમ માડમે જણાવ્યું કે "આપણે આપણી નબળાઇઓ ઓળખીને તેમાંથી બહાર આવવાની જરૂર છે. આપણે આપણી શક્તિઓને લોકોને સમક્ષ રજૂ કરવાની જરૂર છે."
આજે રાજકોટમાં રાહુલ ગાંધીએ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કોંગ્રેસના કાર્યકરોની સાથે બેઠકોનો દોર યોજ્યો હતો. આ બેઠકમાં મીડિયાને અંદર જવાની પરવાનગી આપવામાં આવી ન હતી.

બેઠક અંગે માડમે જણાવ્યું કે રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકરોને જણાવ્યું હતું કે "તેમણે 2014ની ચૂંટણીઓ અંગે ચિંતા કરવાની જરૂર નથી. આ કોઇ કરો કે મરોની સ્થિતિ નથી. વર્ષ 2014ની સામાન્ય ચૂંટણીઓ બાદ પાર્ટીના અસ્તિત્વ અંગે કોઇ શંકા રહેશે નહીં કારણ કે કોંગ્રેસ એક કાયમી પાર્ટી છે."
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ અમદાવાદની ગઇકાલની મુલાકાતમાં લોકસભા ચૂંટણી 2014માં વિજયાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે ગુજરાતમાં પાર્ટીને મજબૂત કરવાનું જણાવીને કહ્યું હતું કે આપણે 2014ની ચૂંટણીઓને મગજમાં રાખવાને બદલે લોકોની સેવા કરવાનો હેતુ રાખવો જોઇએ. આ માટે કોંગ્રેસે અમલી બનાવેલા પ્રયાસો જેવા કે આરટીઆઇ (માહિતીનો અધિકાર) અને આરટીએફ (અન્નનો અધિકાર)ને લોકો સમક્ષ લઇ જવા જોઇએ.
માડમે જણાવ્યું કે તેમણે કાર્યકરોને શીખ આપી હતી કે "આપણે સત્તાકેન્દ્રી બનવાને બદલે સત્તા વિના પણ લોકોની સેવા કરવાની શક્તિ મેળવવી જોઇએ."
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે રાહુલ ગાંધીની ગુજરાતથી કોંગ્રેસના કાર્યકરોમાં નવું જોમ આવ્યું છે. તેમણે પાર્ટીના નેતાઓને જણાવ્યું હતું કે કોંગ્રેસ ગુજરાતમાં જીત મેળવવા સક્ષમ છે. આ માટે રાજ્યમાં પાર્ટીને મજબૂત બનાવવાની જરૂર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
