#પપ્પૂ_ને_ખબર_નથી, રાહુલના ગુજરાત પ્રવાસ પર રમૂજી ટ્વિટ શરૂ
રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે. તે આજે ઉનાના દલિત અત્યાચાર મામલે ગીર-સોમનાથ ખાતે સમઢિયાળાના પીડિતોને મળી પછી રાજકોટ ખાતે પણ દાખલ દલિતોની ખબર અંતર પૂછી પ્રેસ કોન્ફર્ન્સ યોજશે. રાહુલના આ ગુજરાત આગમનથી જ આજ સવારથી ટ્વિટર પર એક ટ્રેન્ડ ધૂમ મચાવી રહ્યો છે.
"પપ્પને ખબર નથી" નામના આ ટ્રેન્ડમાં એક બાજુ રાહુલ ગાંધીનો કેટલાક લોકો બચાવ કરી રહ્યા છે તો કેટલાક તેમના આ ગુજરાત પ્રવાસની રમૂજ ઉડાવી રહ્યા છે. નોંધનીય છે કે બુધવારે સંસદમાં જ્યારે ઉના મુદ્દા પર ગંભીર ચર્ચાઓ થઇ રહી હતી ત્યારે રાહુલ ગાંધી સૂતા હતા. જે બાદ તેમની આ ઊંધ તેમની સાચા અર્થમાં ઊંધ ખરાબ કરી હતી. અને તેમને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ટ્વિટર પર ચાલી રહેલા આ ટ્રેનમાં લોકોએ કેવી કેવી રમજૂ ટિપ્પણી કરી છે તે વિષે જુઓ અહીં...
|
રાહુલ પર રમૂજ
રાહુલ ગાંધી આજે ઉના દલિત કેસ મામલે ગુજરાતની મુલાકાત પર છે. ત્યારે સવારથી જ તેમની પર પપ્પુને ખબર નથી ટ્રેન્ડ ટ્વિટર પર ચાલી રહ્યો છે.
|
રાહુલ પર રમૂજ
ત્યાં આ ટ્રેન્ડમાં ક્યાંક રાહુલ ગાંધીની ઉડાવવામાં આવી રહી છે. ત્યાં ક્યાંક કેટલાક લોકો તેમને સપોર્ટ કરી રહ્યા છે.
|
રાહુલ પર રમૂજ
બુધવારે સંસદમાં જ્યારે ઉના દલિત મુદ્દો ચર્ચાતો હતો ત્યારે પણ રાહુલ ગાંધી સૂઇ રહ્યા હતા. જે વાતની પણ રમૂજ આ ટ્રેન્ડમાં ઉડાવવામાં આવી છે.
|
રાહુલ પર રમૂજ
જો કે તેવું નથી કે બધા રાહુલની રમૂજ જ ઉડાવી રહ્યા હતા કેટલાક લોકો રાહુલના સપોર્ટમાં પણ ઉતર્યા હતા.
|
રાહુલ પર રમૂજ
નોંધનીય છે કે એક બાજુ જ્યાં આ વાતને લઇને વિવિધ ટિપ્પણીઓ થઇ રહી છે ત્યાં જ તે વાત પણ છે દલિત મુદ્દાને રાજકીય લાભ તરીકે જોવાઇ રહ્યો છે તે વાતનો વિરોધ પણ દલિત નેતાઓ દ્વારા કરવામાં આવ્યો છે.
|
રાહુલ પર રમૂજ
જો કે ચૂંટણીને લઇને પણ આ ટ્રેન્ડમાં કંઇક આ રીતની ટિપ્પણી કરવામાં આવી હતી.
|
રાહુલ પર રમૂજ
જો કે જે પણ કહો હાલ તો રાહુલ ગાંધી અને તે બાદ આપ નેતા અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસના કારણે ગુજરાતના રાજકારણમાં ગરમી આવી ગઇ છે.












Click it and Unblock the Notifications
