વડોદરામાં અડધી રાતે પુણે પોલીસને આરોપી વચ્ચે ખુલ્લેઆમ ફાયરિંગ
વડોદરામાં નેહરુભવનના ખાંચામાં પુણેનાં રીઢા આરોપી સાગર અને પુણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ વચ્ચે અથડામણમાં બે પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત થયા હતા અને આરોપી પણ ઇજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાને લીધે નહેરુભવન વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થઈ ગયો હતો. પૂણે પોલીસ તેને પકડવા વડોદરા આવી હતી ત્યારે હત્યા સહિત ગંભીર ગુન્હાઓનો વોન્ટેડ આરોપીએ સાગર રાજપુતે સામુ ફાયરિગ કર્યું હતું.

જેમાં પુણે ક્રાઇમ બ્રાંન્ચનાં બે પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે. ક્રોસ ફાયરીંગમાં આરોપી સાગરને પગમાં ગોળી વાગી છે. અને તે આરોપી સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પુણે ક્રાઇમ બ્રાંન્ચનાં કોન્સ્ટેબલ દીલીપ મોરેની હાલત ગંભીર છે તો આસીટન્ટ પોલીસ ઇન્સપેકટર રણજીત ભોઇટેને પગમાં ગોળી વાગતા બન્ને માજલપુર ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સાગર પૂણેની કુખ્યાત માર્ને ગેંગનો એક સાગરિત હોવાની વિગતો સપાટી પર આવી છે. આ ગેંગ સામે હત્યા, હત્યાના પ્રયાસ સહિતના અધધ 116 ગુનાઓ નોંધાયેલા છે. છેલ્લા 10 વર્ષથી આ ગેંગ ગુનાખોરીની દુનિયામાં સક્રિય છે












Click it and Unblock the Notifications
