સુપોષણ અભિયાન અંતર્ગત બીજેપી ડોકટર સેલ અને સુપોષણ અભિયાન ટીમ દ્વારા 579 મંડળોમાં કાર્યક્રમ કરાયા!
સુપોષણ અભિયાન અંતર્ગત બીજેપી ડોકટર સેલ તથા સુપોષણ અભિયાન ટીમ દ્વારા 579 મંડળોમાં કાર્યક્રમ આપવામાં આવેલ છે તે અંગે પત્રકાર પરિષદ ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજવામાં આવી હતી.
ગાંધીનગર : સુપોષણ અભિયાન અંતર્ગત બીજેપી ડોકટર સેલ તથા સુપોષણ અભિયાન ટીમ દ્વારા 579 મંડળોમાં કાર્યક્રમ આપવામાં આવેલ છે તે અંગે પત્રકાર પરિષદ ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ, ડોકટર સેલના સંયોજક ધર્મેન્દ્ર ગજ્જર, મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડો. શ્રદ્ધા રાજપુત, પ્રદેશ મીડિયા વિભાગના કન્વીનર ડો.યજ્ઞેશભાઇ દવે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ મહામંત્રી રજની પટેલે જણાવ્યું હતું કે, ભાજપ સેવા અને સંગઠનના માધ્યમથી વિવિધ કાર્યો કરે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે દેશમાં કુપોષણ બાળકો ન રહે તેનું સુચન કર્યુ છે. ગુજરાત રાજય સરકાર સતત કુપોષિત બાળકોને સુપોષિત કરવાની દિશામાં કાર્યરત છે ત્યારે ગુજરાત ભાજપ દ્વારા પણ અભિયાનને વેગવંતુ કરવા પ્રયત્ન કરી રાજયના બાળકો સુપોષિત થાય તેવો પ્રયત્ન કરી રહ્યા છે.
આ કાર્યક્રમ હેઠળ ભૂતકાળમાં ભાજપ પાર્ટી દ્વારા કુપોષિત બાળકો માટે બાળ આહારની કિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું, આજે પ્રોટીન આહાર સમગ્ર ગુજરાતમાં પહોંચાડવામાં આવશે. દરેક મંડળમાં ડોકટર ઉપસ્થિત રહી તાપાસ કરી જરૂરિયાત મંદ કુપોષિત બાળકોને પ્રોટિનના ડબ્બાનું વિતરણ કરવામાં આવશે. કુપોષિત બાળકો સુઘી પ્રોટિનનો ડબ્બો પહોંચે તે માટે પ્રય્તન કરી બાળકોને સુપોષિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આવનાર સમયમાં ભાજપના દરેક કાર્યકરે કરેલ મહેનતથી રાજયમાં ઝડપથી કુપોષિત બાળકોની સંખ્યા ઘટશે તેવો વિશ્વાસ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
