વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં અંદાજે રૂ. ૧૫,૬૭૦ કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે
દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે તા.૧૯ ઓક્ટોબરથી બે દિવસ માટે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આ બે દિવસમાં ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, કેવડિયા અને વ્યારા ખાતે આયોજીત વિવિધ કાર્યક્રમોમાં વડાપ્રધાન હાજરી આપશે. જ
દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે તા.૧૯ ઓક્ટોબરથી બે દિવસ માટે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આ બે દિવસમાં ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, કેવડિયા અને વ્યારા ખાતે આયોજીત વિવિધ કાર્યક્રમોમાં વડાપ્રધાન હાજરી આપશે. જેમાં વડાપ્રધાનના હસ્તે અંદાજે રૂ. ૧૫,૬૭૦ કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવશે

શિક્ષણ મંત્રીએ વડાપ્રધાનના સુચિત કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યુ કે, તા.૧૯ મી ઑક્ટોબરે સવારે ૯:૪૫ કલાકે વડાપ્રધાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ડિફેન્સ એક્સપો-૨૦૨૨નું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ બપોરે ૧૨ કલાકે અડાલજ ખાતે મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સનું લોકાર્પણ કરશે. બપોરે ૩:૧૫ કલાકે જૂનાગઢમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે. તેમજ રાજકોટમાં સાંજે ૬ કલાકે ઇન્ડિયા અર્બન હાઉસિંગ કોન્ક્લેવ-૨૦૨૨નું ઉદ્દઘાટન કરશે અને રાજકોટમાં બહુવિધ ચાવીરૂપ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. સાંજે ૭:૨૦ કલાકે રાજકોટમાં નવીન બાંધકામ પદ્ધતિઓના પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે.
વડાપ્રધાનના તા.૨૦મી ઑક્ટોબરના સુચિત કાર્યક્રમની વિગત આપતા મંત્રી વાઘાણીએ કહ્યુ કે, સવારે ૯:૪૫ કલાકે કેવડિયા ખાતે વડાપ્રધાન દ્વારા મિશન લાઇફનું લોકાર્પણ કરવામાં આવશે અને બપોરે ૧૨ કલાકે વડાપ્રધાન કેવડિયામાં ૧૦મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં ભાગ લેશે. ત્યાર બાદ બપોરે ૩:૪૫ કલાકે વ્યારા ખાતે વિવિધ વિકાસલક્ષી પહેલનો શિલાન્યાસ કરશે. એટલુ જ નહિ, વડાપ્રધાન મિસિંગ લિંક્સના નિર્માણની સાથે કોસ્ટલ હાઈવેના સુધારણા માટે શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં ૧૩ જિલ્લાઓમાં કુલ ૨૭૦ કિમીથી વધુના હાઇવેને આવરી લેવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
