એનસીસીના નવ કેડેટ્સને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા 'ગવર્નર મેડલ' અર્પણ
સફળતા માટે જરૂરી હોય તો તે છે પરિશ્રમ, પરિશ્રમ અને માત્ર પરિશ્રમ કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યુ હતુ. સાથે એનસીસી કેડેટ્સને રાજ્યપાલ એવોર્ડ અપર્પણ કર્યો હતો.
ગણતંત્ર દિવસ શિબિર-2023 માં ભાગ લેનાર એન.સી.સી. ગુજરાત, દાદરા-નગર હવેલી, દમણ અને દીવના કેડેટ્સના સન્માનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનમાં 'એટ હોમ' કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પ્રશિક્ષણ વર્ષ 2022-23 માં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 9 કેડેટ્સનું તેમણે 'ગવર્નર મેડલ' આપીને સન્માન કર્યું હતું. આચાર્ય દેવવ્રતજીએ એન.સી.સી. કેડેટ્સને સંબોધતાં કહ્યું હતું કે, પરિશ્રમનો કોઈ પર્યાય નથી. ભાગ્ય પણ કર્મનું જ ફળ છે. જીવનમાં સફળતા માટે જરૂરી હોય તો તે છે, પરિશ્રમ.. પરિશ્રમ..અને માત્ર પરિશ્રમ.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, નિરંતર ગતિ-પ્રગતિ એ જ યુવાનની સાચી ઓળખ છે. એન.સી.સી.ના માધ્યમથી યુવાનો એકતા,અનુશાસન અને રાષ્ટ્ર પ્રતિ સમર્પણભાવથી પ્રગતિ કરી રહ્યા છે. ગણતંત્ર દિવસની પરેડ અને શિબિરમાં ભાગ લઈ આવેલા એન.સી.સી. કેડેટ્સને અભિનંદન આપતાં તેમણે કહ્યું કે, ગણતંત્ર દિવસ શિબિર અને પરેડ માટે પસંદ થવું એ પણ પરિશ્રમનું જ પરિણામ છે. આ શિબિર રાષ્ટ્રીય એકતાનો ભાવ વધુ સુદ્રઢ કરે છે. ભિન્ન-ભિન્ન પ્રાંતમાંથી આવેલા વિદ્યાર્થીઓ સાથે રહેવાથી સંસ્કૃતિ, સભ્યતા અને વ્યવહારના આદાન-પ્રદાનથી ઘણું શીખવા મળે છે. એન.સી.સી.ના યુવાનોને તેમણે સમાજ અને રાષ્ટ્ર માટે સમર્પણ ભાવથી કામ કરતાં કરતાં પ્રગતિ અને ઉન્નતી કરવા શુભકામનાઓ પાઠવી હતી.
એન.સી.સી.ના 9 કેડેટ્સ; શ્રદ્ધા જાદવ, કેડેટ ઓફિસર અજયરાજસિંહ ઝાલા, કેડેટ કાંક્ષિત ભટ્ટી, કેડેટ સિનિયર અન્ડર ઑફિસર ભૂમિકા જોશી, કેડેટ કેપ્ટન રામ સ્વામી, કેડેટ જિયા ત્રિવેદી, અન્ડર ઓફિસર મૃણમયી વડ્જૈ, લિડિંગ કેડેટ સેજલ યાદવ અને કેડેટ સાર્જન્ટ ખેવના પરમારને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 'ગવર્નર મેડલ' પુરસ્કારથી પુરસ્કૃત કર્યા હતા. તેમણે આ અવસરે એન.સી.સી.ની પત્રિકા 'ધી કેડેટ ગુજરાત 2022' નું વિમોચન કર્યું હતું. વર્ષ 2022-23માં ગુજરાત એન.સી.સી. માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર એન.સી.સી. ગ્રુપ હેડ ક્વાર્ટર, રાજકોટને તેમણે ઇન્ટર ગ્રુપ ચેમ્પિયનશિપનો ફ્લેગ અર્પણ કર્યો હતો.
સમારોહના આરંભે એન.સી.સી.ના અતિરિક્ત મહાનિદેશક અરવિંદ કપૂરે સ્વાગત ઉદ્બોધનમાં કહ્યું હતું કે, એન.સી.સી.નો કેડેટ એકતા અને અનુશાસનનો એમ્બેસેડર છે. કઠોર તાલીમથી તેઓ શિસ્તબધ્ધ નાગરિક બને છે. તેમણે એન.સી.સી. કેડેટ્સ દ્વારા નિયમિત રીતે નિભાવાતી અનેક સામાજિક જવાબદારીઓની વિગતવાર રૂપરેખા આપી હતી.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ






Click it and Unblock the Notifications
