પ્રવીણ તોગડિયાની ત્રાડ : મુસ્લિમો હિન્દુ વિસ્તારો છોડે નહીંતર...
ભાવનગર, 21 એપ્રિલ : વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રવિણ તોગડિયાએ ફરી આક્રમક નિવેદન કરી મુસ્લિમોને નિશાન બનાવ્યા છે. પ્રવીણ તોગડિયાએ મુસ્લિમોને ચેતવણી આપી છે અને કહ્યું છે કે હિન્દુ વિસ્તારો છોડીને અન્યત્ર ચાલ્યા જાય.
ભાવનગરમાં શનિવારે રાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ સાથે મળી અહીનાં મુસ્લિમ ઉદ્યોગપતિના ઘર બહાર હોબાળો મચાવ્યો હતો. આ મુસ્લિમ ઉદ્યોગપતિએ હમણાં જ હિંદુ બહુમતી ધરાવતા વિસ્તારમાં ઘર ખરીદ્યું હતું.

તોગડિયાએ કહ્યું કે હિન્દુ બહુમતી વિસ્તારોમાંથી મુસ્લિમ લોકોને હાંકી કાઢવા જોઈએ. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ આ ઘરના સોદાનો વિરોધ કરી રહ્યા છે. તેમણે આ ઉદ્યોગપતિને 48 કલાકમાં ઘર ખાલી કરવાની ધમકી આપી છે.
તોગડિયાએ એવી પણ ધમકી આપી છે કે જો ઘર ખાલી નહીં કરાય તો તેમની ઓફિસ પર પથ્થર, ટાયર અને ટમેટાં ફેંકાશે. તોગડિયાએ કાર્યકરોને ઘર પર કબજો લઈ તેની ઉપર બજરંગ દળનું બોર્ડ મારી દેવા જણાવ્યું. આ મુદ્દે પ્રવીણ તોગડિયાએ ફેરવી તોળવ્યું છે. તેમણે કહ્યું કે આવું કોઈ નિવેદન તેમણે કર્યું નથી.
જો કે પ્રાપ્ત માહિતી મુજબ તોગડિયાએ કાર્યકરોને જણાવ્યું છે કે 'હિંદુ વિસ્તારોમાં મુસ્લિમોને સંપત્તિ ખરીદતા રોકતા અટકાવવા જોઇએ. આ માટે બે રીત છે. પ્રથમ એ કે રાજ્ય સરકાર પર દબાણ બનાવીને ડિસ્ટર્બ એરિયા એક્ટ બનાવી આવા સોદાઓ પર પ્રતિબંધ લગાવે. બીજી રીત એ છે કે આવા ઘર (જે મુસ્લિમોએ ખરીદ્યા છે) પર કબ્જો કરી લેવામાં આવે અને વર્ષો વર્ષ કાયદાની લડાઇ લડવામાં આવે.'
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
