ચૂંટણી પહેલા પાટીદારો માટે બિન અનામત આયોગની રચનાની જાહેરાત
ગુજરાત સરકાર દ્વારા ચૂંટણી પહેલા બિન અનામત આયોગની રચનાની જાહેરાત કરવામાં આવી.
થોડા સમય પહેલા જ રાજ્ય સરકાર અને પાટીદાર સમાજના અગ્રણીઓ વચ્ચે અનામત સહિતના મુદ્દાનો ઉકેલ લાવવા માટે બેઠક યોજાઇ હતી. આ મામલે એક આયોગ રચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મંગળવારે સાંજે ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ કરી આ બિન અનામત આયોગની રચના અંગે જાહેરાત કરી હતી. ટૂંક સમયમાં જ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે, એવામાં આ સમયે સરકાર દ્વારા કરવામાં આવેલ આ જાહેરાત ખૂબ મહત્વપૂર્ણ છે.

સરકારની પાટીદારો સાથે થયેલ બેઠક બાદ રાજ્ય સરકારે આ બેઠકને સફળ ગણાવી હતી, જ્યારે કેટલાક પાટીદારોએ બેઠકને નિષ્ફળ ગણાવી હતી. હાર્દિક પટેલે પણ આ બેઠકને બિનપરિણામલક્ષી ઠેરવી હતી, પરંતુ આયોગની રચનાના નિર્ણયને આવકાર્યો હતો. આ બેઠકમાં આયોગની રચના ઉપરાંત પાટીદારો પર ચાલતા કેસ પરત ખેંચવાની તથા શહીદ થયેલ પાટીદારના પરિવારજનોને સહાય આપવાની તથા નોકરી આપવના મુદ્દે પણ ચર્ચા થઇ હતી. આ મામલે નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજ્યમાં પાટીદારો પર થયેલ પોલીસ અત્યાચારોની તપાસ હાઇકોર્ટના નિવૃત્ત જજ એ.કે.પુંજની આગેવાની હેઠળ રચાયેલ પંચ દ્વારા કરવામાં આવશે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ નાયબ મુખ્યમંત્રી નીતિન પેટલ દ્વારા પણ એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા 16 બોર્ડ-નિગમોને સાતમા પગારપંચનો લાભ આપવામાં આવસે, જે હેઠળ 1710 કર્મચારીઓને ફાયદો થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
