Porbandar: મેગા જોબ ફેર તથા એપ્રેન્ટિસશીપ જોબ ફેરનું આયોજન કરાયું
Porbandar: પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તારીખ 16 ફેબ્રુઆરીના રોજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદર ઔદ્યોગિક તાલીમ સંસ્થા, પોરબંદર તથા ડૉ. વી. આર. ગોઢાણીયા કોલેજ સંકૂલનાં સંયુક્ત ઉપક્રમે મેગા જોબ ફેરનું આયોજન ડૉ. વી. આર. ગોઢાણીયા કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં નોકરીદાતાઓ તથા રોજગારવાચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશયથી ઓદ્યોગિક ભરતીમેળાનું (મેગા જોબ ફેર) આયોજન કરવામાં આવ્યું હતું.
મેગા જોબ ફેરમાં પોરબંદર જિલ્લાના કુલ 3659 રોજગારવાંચ્છુક યુવાઓને કોલ લેટર મોકલવામાં આવ્યું હતા. જે પૈકી ગ્રામ્ય વિસ્તારના 1782 ઉમેદવારોને ભરતી મેળાના સ્થળે મફત મુસાફરી માટે આવવા-જવાના એસટી કુપન ફાળવવા આવેલ હતા, તથા ઈ-મેલ અને સોશિયલ મીડિયાના જુદા-જુદા માધ્યમથી ઈન્ટરવ્યું પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતા. સ્થળ પર રિફ્રેશમેન્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં કલેક્ટર, પોરબંદર કે. ડી. લાખાણી, પોલીસ અધિક્ષક, બી. યુ. જાડેજા, જિલ્લા રોજગાર અધિકારી, ડી. એ. પરમાર, પ્રિન્સીપાલ, ભાવસિંહજી હાઈસ્કુલ, નમ્રતાબા વાઘેલા તથા સંસ્થાના આચાર્ય કેતનભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા મહેમાનોનું પુસ્તક અને પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવેલ હતું. જે બાદ જિલ્લા રોજગાર અધિકારી, ડી. એ. પરમાર દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રેરક ઉદ્ભોધન તથા સારી કારકિર્દી માટે શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી. તેમણે માર્ગદર્શન રૂપે પોતાના અનુભવો રજૂ કર્યા હતા. ભરતીમેળામાં સ્થાનિક તથા અન્ય જિલ્લાના નોકરી દાતાઓનાં પ્રતિનિધિઓ હાજર રહેલ તેઓ દ્વારા તેમના એકમ/સંસ્થા ખાતે ખાલી જગ્યા માટેની જોબ પ્રોફાઈલ વિશે ઉમેદવારોને વિસ્તૃત માહિતી આપેલ હતી, નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારો માટે ઈન્ટરવ્યું પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનુ સુચારુ સંચાલન શિક્ષક પૂજાબેન રાજા દ્વારા કરવામા આવ્યુ હતુ, તથા કાર્યક્રમના અંતે આભારવિધી ડૉ. વી. આર. ગોઢાણીયાનાં પ્રિન્સીપાલ કેતન શાહ દ્વારા કરવામા આવી હતી.
ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ તથા આવડતના આધારે 297 રોજગાર વાંચ્છુંઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવેલ હતી, અને તેમને ફરી બીજા રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. આ ઉપરાંત રોજગાર કચેરીનાં કાઉન્સેલર્સ દ્વારા કારકિર્દી માર્ગદર્શન તથા મોડેલ કેરિયર સેન્ટર અને એનસીએસ પોર્ટલનું પ્રચાર પ્રસાર કરવામાં આવ્યું હતું. આ મેગા જોબ ફેરમાં બહોળી સંખ્યામાં ઉમેદવારોએ લાભ લીધો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
