લઠ્ઠાકાંડ પર રાજકીય નેતાઓની રાજનીતિ કે સહાનુભૂતિ ??
લઠ્ઠાકાંડ પર રાજકીય નેતાઓની રાજનીતિ કે સહાનુભૂતિ ??
ગુજરાતમાં બોટાદ, ભાવનગર અને અમદાવાદના ગામોમાં નકલી દારૂ કે આલ્કોહોલિક કેમિકલ પીવાના કારણે સર્જાયેલ હોનારત એટલે કે લઠ્ઠાકાંડ. આ લઠ્ઠાકાંડમાં 42 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 114 જેટલા લોકો સારવાર હેઠળ છે. લઠ્ઠાકાંડની આ ઘટનાએ રાજ્યમાં હલચલ મચાવી દીધી છે. રાજ્ય સરકાર બચાવમા આવી ગઇ છે, એક બાદ એક એક્શન લઇને ડેમેજ કંટ્રોલ કરવા પ્રયાસ કરી રહી છે. તો, વિપક્ષી દળો માટે રાજકીય જમીન બનાવવાનું પ્લેટફોર્મ મળી ગયું છે.

રાજયમાં લઠ્ઠાકાંડની ઘટના નવી નથી. દારૂબંધીના દંભમાં રહેતા ગુજરાતની અસલી વાસ્તવિકતા છેકે, દારૂ મુક્ત રાજ્યોની સરખામણીમાં સૌથી વધુ દારૂ ગુજરાતમાં ઠલવાય છે, અને વેચાય છે. બસ, દારૂબંધીના નામે ઉપરથી નીચે સુધી મોટા તોડપાણી થાય છે અને જે સસ્તી કિંમતના દારૂને મોઘા ભાવે વેચવો સરળ બને છે.
રાજકીય પક્ષોના ઉમેદવારો ચૂંટણી ટાણે મત લેવા માટે આ લોકોને જ મફતમાં દારૂની મહેફીલો કરાવીને દારૂ ઢીંચવાની લત લગાવતાં હોય છે. છાશવારે આવતી ચૂંટણીમાં આ રાજકીય નેતાઓ જ મોટા પ્રમાણમાં દારૂ પીવડાવી મત મેળવતાં હોય છે, કેટલાક તો પરમીટ ધારક હોય છે, સાંજે બે પૅક લગાવ્યા સિવાય ખાવા પણ પચાવી શકતાં નથી. આ રીઢા રાજકારણીઓ પણ લઠ્ઠાકાંડમાં રાજનીતિ ચમકાવવા માટે ખોટી સહાનુભૂતિ દર્શાવવા ઉતરી પડતાં હોય છે.
રાજ્યમાં આ ઘટના પ્રથમ વખત નથી. અગાઉ પણ અનેક વખત લઠ્ઠાકાંડની હોનારત સર્જાઇ ચુકી છે. બસ તપાસ થાય, કેટલાક પોલીસ કર્મીઓ પર ઉચ્ચ અધિકારીઓ ફરજ મોકૂફી કે બદલી કરવાનાં પગલાં ભરે અને બે ચાર લોકોની ધરપકડ થાય. આ રીતે સમગ્ર ઘટનાનું ફીંડલું વાળી દેવામાં આવે. આથી વિશેષ. ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે ન તો કોઇ પગલાં લેવાય છે, ન કોઇ આયોજન કરવામાં આવે છે કે તંત્ર આવી ઘટનાઓ લોકો ભુલી જાય તેવા જ પ્રયાસમાં લાગી જાય છે.
જો રાજ્યમાં દારૂબંધીનું સઘન પાલન કરવું ટેક્નિકલી શક્ય નથી તો, સરકારે આ પોલીસી પર પુનર્વિચાર કરી તેમાં કડક નિયમો સાથે છુટછાટ કરવી જોઇએ યા તો, તેને સઘનતાથી લાગુ કરવા સક્રિય સેલ બનાવી નાર્કોટિક્સ બ્યૂરોની માફક ગુજરાતના પ્રોહિબિશન એક્ટને મજબુત કરવો જોઇએ. આ લઠ્ઠાકાંડ માટે માત્ર તંત્ર જ જવાબદાર નથી, આપણો સમાજ એટલો જ જવાબદાર છે જેટલું તંત્ર છે. દારૂનું પરમિટ વિના વેચાણ થાય ત્યાના આજુબાજુના લોકો પણ એટલા જ જવાબદાર છે. જ્યાં સુધી આપણે "મારે શું?"ની ભાવના નહી ત્યજીએ ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે. જનતાએ પણ આવા દુષણો સામે અવાજ ઉઠાવવો જોઈએ, કેમ કે એક સ્વચ્છ સમાજ સ્થાપિત કરવાની જવાબદારી માત્ર સરકારની નથી હોતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
