Radhanpur Assembly Seat: અલ્પેશના દગા પછી ફરી કોંગ્રેસ આ સીટ જીતી શકશે?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાની બેઠકો પર બીજા તબક્કામાં મતદાન યોજાનાર છે. ત્યારે, પાટણ જિલ્લાની રાધનપુર બેઠકના રાજકીય સમિકરણની ચર્ચા કરવામાં આવે તો, આ બેઠક ઠાકોર મતદારોના વર્ચસ્વની બેઠક માનવામાં આવે છે. રાધનપુર બેઠક પરથી પક્ષ પલટો કરનારને જનતાએ જાકારો આપનારી રહી છે.

રાધનપુર બેઠકના રાજકીય સમિકરણની ચર્ચા કરવામાં આવે તો, આ બેઠક હારીજ, સાંતલપુર અને રાધનપુર તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. આ વિધાનસભા મતવિસ્તારમાં કૂલ 3.03 લાખ મતદારોનો સમાવેશ થાય છે. જેમાં, 1.57 લાખ પુરૂષ મતદારો નોંધાયેલા છે. જ્યારે, 1.46 લાખ સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. આ વિધાનસભા બેઠકમાં કૂલ 326 મતદાન મથકો નોંધાયેલા છે.
રાધનપુર વિધાનસભા બેઠકના જાતિગત સમિકરણની ચર્ચા કરવામાં આવે તો, આ વિધાનસભામાં 70 હજારથી વધુ ઠાકોર મતદારોનું પ્રમાણ છે. આ ઉપરાંત 25 હજાર ચૌધરી પટેલ મતદારો અને 22 હજાર જેટલા દલિત મતદારો નોંધાયેલા છે. આ ઉપરાંત મુસ્લિમ અને રબારી સમાજના મતદારો પણ નિર્ણાયક છે. ઇત્તર સમાજના મતદારોમાં નાડોદા રાજપૂત અને આહીર, પ્રજાપતિ, લોહાણા, બ્રાહ્મણ મતદારોનો સમાવેશ થાય છે.
ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર ચૂંટાયા હતા. તેમણે ભાજપના લવિંગજી ઠાકોરને પરાસ્ત કર્યા હતા. ત્યારે, અલ્પેશ ઠાકોર ભાજપમાં આવી જતાં ફરીથી 2019ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી રઘુ દેસાઇ સામે ભાજપના અલ્પેશ ઠાકોરને હારનો સામનો કરવો પડ્યો હતો.
2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સ્થાનિક નેતા લવિંગજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. તો, કોંગ્રેસમાંથી રઘુ દેસાઇ છે. આમ આદમી પાર્ટીમાંથી લાલજી ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
