જામનગરમાં 'સેક્સ-ઓન-વ્હીલ્સ': વાનમાં એસી અને બેડ સહિત અનેક સુવિધા, નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર ઝડપાયો!
જામનગરમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં સરકારી મિલકત પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવાના આરોપસર નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર અશોકસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે. રણજીત નગર વિસ્તારમાં રહેનાર આ આરોપી સરકારી જમીન પર ટેમ્પો ટ્રાવેલર વાન પાર્ક કરી, તેના અંદર દેહવ્યાપાર ચલાવતો હતો.
પોલીસને બાતમી મળ્યા બાદ દરોડો પાડવામાં આવ્યો, જેમાં વાન સાથે આરોપીને પકડવામાં આવ્યો હતો. જોકે, તેનો સાથી ઘટના સ્થળેથી ફરાર થવામાં સફળ રહ્યો છે અને હાલ તેની શોધખોળ ચાલી રહી છે.
પોલીસ દરોડા દરમિયાન શું મળી આવ્યું?
પોલીસે દરોડા દરમિયાન રાજસ્થાનના એક ગ્રાહક અને એક મહિલાને વાનની અંદરથી ઝડપી લીધા હતા. આ ઉપરાંત, એક શખ્સ, જેનો નામ દિલીપ હોવાનું કહેવાય છે, પલાયન થઈ ગયો. પોલીસે આરોપી અશોકસિંહ ઝાલાને ઝડપી લીધા અને તેની પાસેથી ચાર મોબાઈલ ફોન, રોકડ રકમ અને એક કાર પણ જપ્ત કરી.
અધ્યતન સુવિધાઓ સાથે સજ્જ ગાડી
પોલીસ તપાસ દરમિયાન એ સામે આવ્યું કે આ વાન ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે સંપૂર્ણપણે તૈયાર કરવામાં આવી હતી. વાનમાં એર કન્ડીશનર, વિશાળ બેડ, ચાદર-ગાદલા અને અન્ય સુવિધાઓ હતી, જેને જોઈને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. દરોડા દરમિયાન 20 પેકેટ કોન્ડોમ પણ જપ્ત કરવામાં આવ્યા હતા.

પીઆઇ તરીકે ખોટી ઓળખ રજૂ કરતો હતો
પોલીસે એક XUV કાર પણ જપ્ત કરી, જેના નંબર પ્લેટ પર "પોલીસ" લખેલું હતું. તપાસમાં સામે આવ્યું કે અશોકસિંહ ઝાલા પોતાને પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે રજૂ કરતો હતો અને સરકારી કચેરીઓના પાર્કિંગમાં વાન પાર્ક કરતો હતો, જેથી કોઈ શંકા ન થાય. હવે તેની વિરુદ્ધ ખોટી ઓળખ પ્રદાન કરવા માટે પણ અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે.
મહિલાઓ પાસેથી દલાલી કરી હિસ્સો લેતો હતો
પોલીસ તપાસમાં વધુ ખુલાસો થયો કે જપ્ત કરાયેલ મહિલાએ કબૂલાત કરી કે તે રાજસ્થાનના જોધપુરની છે અને અશોકસિંહ ઝાલા તેના માધ્યમથી ગ્રાહકો પાસે રૂપિયા વસૂલતો હતો. આરોપી દર વિઝિટ માટે 1000 રૂપિયા લેતો હતો, જેમાંથી 500 મહિલાને આપતો અને બાકીનો હિસ્સો પોતે રાખતો હતો.
વ્હોટ્સએપ દ્વારા ચલાવતો નેટવર્ક
આ વધુ તપાસમાં સામે આવ્યું કે આરોપી પોતાના મોબાઇલ ફોન દ્વારા સમગ્ર દેહવ્યાપારનું નેટવર્ક ચલાવતો હતો. પોલીસને તેના ફોનમાં દેશભરમાં આવેલી મહિલાઓના નંબર, વ્હોટ્સએપ ચેટ્સ અને અશ્લીલ ફોટા મળ્યા છે.
પોલીસે અશોકસિંહ ઝાલા વિરુદ્ધ અનૈતિક માનવ વાણિજ્ય (નિવારણ) અધિનિયમ, 1956ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
