સાણંદના કલાણા જૂથ અથડામણ કેસમાં 3 મહિલા સહિત 25 શખ્સોની ધરપકડ
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કલાણા ગામમાં તાજેતરમાં થયેલી જૂથ અથડામણ મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
સાણંદ જીઆઈડીસી પોલીસે આ હિંસક ઘટનામાં સંડોવાયેલા 3 મહિલાઓ સહિત કુલ 25 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા 25 આરોપીઓ પૈકી 5 શખ્સો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ સમગ્ર વિવાદ પાછળનું મુખ્ય કારણ એક સગીર અને આરોપીઓ વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં પથ્થરમારાની ઘટના પહેલાંની તકરાર જોવા મળી રહી છે. કલાણા ગામના તળાવ પાસે એકબીજા સામે જોવાની સામાન્ય બાબતે સગીર અને આરોપીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
જોતજોતામાં આ સામાન્ય ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને બે જૂથો આમને-સામને આવી જઈ પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાની ઘટના બાદ પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી તપાસ શરૂ કરી હતી અને અંદાજે 60 જેટલા શંકાસ્પદોની અટકાયત કરી હતી.
અટકાયત કરાયેલા 60 લોકોમાંથી 25 લોકોની સંડોવણી જણાતા તેમની ધરપકડ કરી હવે તેમને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
