ગુજરાત હાઇકોર્ટમાં અરજી; પોકેમોન ગોએ આ શું કર્યું?
પોકેમોન ગો ધીરે ધીરે ભારતભરમાં લોકપ્રિય થઇ રહી છે. આ ગેમમાં અનેક લોકો દિવાના છે. અને આ લિસ્ટમાં ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં છે. પણ હવે પોકેમોને કંઇક તેવું કર્યું છે જેના કારણે અનેક લોકોએ તેની સામે લાલ આંખ કરી છે. એટલું જ નહીં તેના વિરુદ્ઘ ગુજરાત હાઇકોર્ટમાં અરજી પણ કરવામાં આવી છે.
શું છે મામલો?
પોકેમોન ગો ગેમ સામે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં પોકેમોન ગો ગેમના કારણે ધાર્મિક લાગણી દુભાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ગેમમાં બતાવતા ઈંડા મંદિર, દેરાસર જેવા ધાર્મિક સ્થાનોએ બતાવાતા હોવાની સામે વિરોધ નોંધાવાયો છે.

ધાર્મિક લાગણી દુભાઇ
નોંધનીય છે કે પોકેમોન ગો નામની ગેમ સામે છેલ્લા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યા છે. આ ગેમને પડકારતી એક પિટિશન હાઇકોર્ટમાં દાખલ કરાઇ છે. જેમાં પોકેમોનના ઇંડા મંદિરમાં, મસ્જીદમાં કે ચર્ચની જગ્યામાં હોવાનું પણ દર્શાવવામાં આવતા ધાર્મિક લાગણીઓ દુભાઇ છે. આ ગેમને તાત્કાલિક રોકવા અંગે હાઇકોર્ટમાં અરજી દાખલ કરાઇ છએ. જે અંગે જલ્દી જ સુનવણી હાથ ધરાશે.
પહેલા પણ કરાઇ હતી બે પિટિશન
અગાઉ પણ પોકેમોન ગેમને પડકારતી અન્ય બે પિટિશન પણ દાખલ થઇ છે. જેમાં પોકેમોનને કારણે લોકોનું ડ્રાઇવીંગ જોખમી બન્યું હોવાની રજૂઆત કરાઇ છે. તે સિવાય પણ પોકેમોન ખાનગી જગ્યાઓમાં પણ દર્શાવવામાં આવતા લોકોની પ્રાઇવસીનો ભંગ કરે છે. જે અંગે પણ પિટિશન દાખલ થઇ છે.












Click it and Unblock the Notifications
