પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે, ગુજરાતની સૌથી મોટી માતા અને બાળ સંભાળ હોસ્પિટલ ખુલ્લી મુકશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. ૨૫મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન રાજકોટ ખાતે ગુજરાતની સૌથી મોટી માતા અને બાળ સંભાળ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે.
આધુનિક સુવિધાથી સજ્જ આ હોસ્પિટલમાં AIIMS જેવી અદ્યતન સુવિધાઓ હશે અને આ હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ અને બાળકોને વિશ્વ કક્ષાની આરોગ્યસંભાળ પૂરી પાડવાનો છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ આર. એસ. ત્રિવેદીએ જણાવ્યુ કે, રાજ્ય સરકાર દ્વારા મેટર્નલ અને ચાઇલ્ડ કે જેને આપણે ઝનાના હોસ્પિટલ કહીએ છીએ તે અહીંયા શરુ થઈ રહી છે, આ હોસ્પિટલમાં મહિલા અને બાળકો માટે એટલે કે પીડિટ્રીક વિભાગ અને ઝનાના વિભાગ માટે 800 બેડની સુવિધા હશે.
રૂ.૧૫૦ કરોડના ખર્ચે બનેલી આ હોસ્પિટલમાં, વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો, ઉચ્ચ પ્રશિક્ષિત પેરામેડિકલ સ્ટાફ, નર્સો, વહીવટી કર્મચારીઓ અને અન્ય સહાયક સ્ટાફ ઉચ્ચ ગુણવત્તાની તબીબી સેવાઓ પ્રદાન કરવા માટે સાથે મળીને કામ કરશે.












Click it and Unblock the Notifications
