Somnathમાં સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી, સોમનાથ મંદિરમાં PM મોદીએ કર્યા દર્શન
Somnath Swabhiman Parv: પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજે 'સ્વાભિમાન પર્વ'ની દિવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ ખાસ પ્રસંગે PM નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવના શરણોમાં શીશ ઝુકાવવા પહોંચ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તિ અને ઉત્સાહના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું.

સાધુ-સંતો દ્વારા ભવ્ય સત્કાર
PM નરેન્દ્ર મોદી જ્યારે સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર પર પહોંચ્યા, ત્યારે ત્યાં હાજર સાધુ-સંતોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે જોડાયા હતા. PM મોદીએ તમામ સંતોના અભિવાદનનો સ્વીકાર કર્યો હતો.
પરિસરમાં ગુંજ્યા 'મોદી-મોદી' ના નાદ
PMના આગમનને પગલે સોમનાથમાં શ્રદ્ધાળુઓનો મહેરામણ ઉમટી પડ્યો હતો. PMની એક ઝલક મેળવવા આતુર લોકોએ "મોદી-મોદી" ના નારા લગાવતા આખું પરિસર ગુંજી ઉઠ્યું હતું. PMએ પણ જનમેદની સામે હાથ હલાવીને સ્મિત સાથે સૌનું અભિવાદન ઝીલ્યું હતું.
વિશેષ ઓમકાર અનુષ્ઠાનમાં હાજરી
સોમનાથ મંદિરમાં આયોજિત વિશેષ ૐ કાર (ઓમકાર) અનુષ્ઠાનમાં PM સહભાગી થયા હતા. તેમણે પરમ શ્રદ્ધા સાથે પૂજાવિધિ કરી હતી અને મંત્રજાપ કરીને દેશની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે મહાદેવને પ્રાર્થના કરી હતી.
ડ્રોન શો બનશે આકર્ષણનું કેન્દ્ર
આધ્યાત્મિકતા અને આધુનિકતાના સંગમ સમાન આ પર્વમાં આજે રાત્રે એક વિશેષ ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આકાશમાં અદભૂત દ્રશ્યો દ્વારા સોમનાથ મંદિરના ગૌરવશાળી ઇતિહાસ અને તેની પુનઃસ્થાપનાની ગાથા રજૂ કરવામાં આવશે.
આ પ્રસંગે સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભક્તોમાં ભારે આનંદ જોવા મળી રહ્યો છે. PMનો આ પ્રવાસ સોમનાથના વિકાસ અને સાંસ્કૃતિક વારસાને વધુ વેગ આપશે તેમ માનવામાં આવી રહ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે?








Click it and Unblock the Notifications
