Narendra Modi Emotional post: માના નિધન પર ભાવુક થયા પીએમ મોદી, કહ્યુ - શાનદાર સદીનો પ્રભુના ચરણોમાં વિરામ
પીએમ નરેન્દ્ર મોદીએ માતાના નિધન પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે.
Narendra Modi Emotional post: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની માતા હીરાબેન મોદીના નિધન પર ભાવુક પોસ્ટ સોશિયલ મીડિયા પર કરી છે. તેમણે પોસ્ટ કરીને પોતાની મા સાથે અંતિમ મુલાકાતને યાદ કરી. પીએમ મોદીએ પોતાની માની એક તસવીર શેર કરી છે જેમાં તેમણે હાથમાં દીવાની થાળી હાથમાં લીધી છે. આ ફોટો શેર કરીને પીએમ મોદીએ ટ્વિટ કર્યુ.

પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યુ, 'ગૌરવપૂર્ણ સદીનુ ભગવાનના ચરણોમાં વિરામ. મામાં મે હંમેશા એક ત્રિમૂર્તિ અનુભવી છે જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.' આ સાથે પીએમ મોદીએ અન્ય એક ટ્વિટમાં તેમની માતાના મૂલ્યવાન શિક્ષણને યાદ કર્યુ. તેમણે હૉસ્પિટલમાં તેમની માતા સાથેની છેલ્લી મુલાકાતને પણ યાદ કરી. PMએ લખ્યું, જ્યારે હું તેમને તેમના 100માં જન્મદિવસ પર મળ્યો હતો ત્યારે તેમણે એક વાત કહી હતી જે હંમેશા યાદ રહે છે કે કામ કરો બુદ્ધિથી અને જીવન જીવો શુદ્ધિથી.
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીનુ આજે સવારે 3.30 કલાકે નિધન થયુ છે. હીરાબેન મોદીને ગુજરાતના અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હીરાબેનની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં પીએમ મોદી પોતે તેમને મળવા ગયા હતા. અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
હીરાબાને મંગળવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, તેમને કફની ફરિયાદ પણ થઈ રહી હતી, ત્યારબાદ તેમને યુએન મહેતા હોસ્પિટલના કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનુ સીટી સ્કેન અહીં કરવામાં આવ્યું હતું. જે બાદ ગુરુવારે હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું હતું કે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે પરંતુ આજે સવારે અચાનક તેમનું નિધન થઈ ગયુ.
ઉલ્લેખનીય છે કે હીરાબેન મોદીને મંગળવારે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ પીએમ શુક્રવારે સાંજે 4 વાગે માતાને મળવા હોસ્પિટલ ગયા હતા. તેઓ લગભગ દોઢ કલાક સુધી અહીં રોકાયા હતા. ડૉકટરો પાસેથી તેની માતાની સ્થિતિ જાણવા અને તે પછી તે દિલ્લી જવા રવાના થયા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ વર્ષે જૂનમાં પીએમ મોદી તેમની માતાનો 100મો જન્મદિવસ ઉજવવા અમદાવાદ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે માતાના આશીર્વાદ લીધા, તેમના પગ ધોયા અને શાલ ભેટમાં આપી હતી.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ






Click it and Unblock the Notifications
