PM નરેન્દ્ર મોદીએ દિયોદરની બનાસ ડેરીના પ્લાન્ટનુ કર્યુ લોકાર્પણ, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિયોદરની બનાસ ડેરીના પ્લાન્ટનુ લોકાર્પણ કર્યુ જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.
પાલનપુરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિયોદરની બનાસ ડેરીના પ્લાન્ટનુ લોકાર્પણ કર્યુ જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. પ્રધાનમંત્રી મોદી બનાસકાંઠામાં દિયોદર ખાતે તૈયાર થયેલા નવા ડેરી સંકુલના લોકાર્પણ કાર્યક્રમમાં પહોંચ્યા જ્યાં તેમનુ સ્વાગત કરીને પરંપરાગત સાફો પહેરાવવામાં આવ્યો હતો. આ લોકાર્પણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પશુપાલક મહિલાઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમ દરમિયાન 'બનાસ કે 8 સ્તંભ, વિકાસ કે આધાર સ્તંભ' નામના એક પુસ્તકનુ પણ અનાવરણ કરવામાં આવ્યુ હતુ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નમસ્તે તમે બધા મજામાં કહીને સંબોધનની શરુઆથ કરી. તેમણે કહ્યુ કે, 'મા નડેશ્વરી અને મા અંબાની આ પાવન ધરતીને શતશત નમન, બાબા બને હૈ તો હિન્દી બોલના પડેગા, થોડુ હિન્દીમાં બોલીને ગુજરાતીમાં બોલીશ. જ્યારે આપ ઓવારણા લઇ રહ્યાં હતા ત્યારે હુ મારા ભાવને રોકી નહોતો શકતો. બનાસ ડેરી ખેડૂતોને બટાકાનું ઉત્તમ બીજ અને ઉત્તમ ભાવ આપે છે. ખેડૂતોની આવક વધારવા બનાસ ડેરીએ પ્રશંસનીય કામગીરી કરી.'

પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે બનાસ ડેરીએ કાશીમાં પણ પોતાના પ્લાન્ટ સ્થાપિત કર્યા છે અને ત્યાંના લોકોની સેવા કરી છે. જેથી હું કાશીના સાંસદ તરીકે ગર્વ અનુભવુ છુ. દૂધના ઉત્પાદનોની સાથે બટાકામાંથી બનતી વસ્તુઓ જેવી કે વેફર્સ, આલુ ટીકી, ફ્રેન્ચફ્રાઈ વગેરે બનાવાશે. આમ ખેડૂતોની આ વસ્તુ માટે પણ બજાર પુરુ પડશે. વળી, સરસવ અને મગફળી જેવા તેલીબિયાં માટેના પ્લાન્ટ પણ સ્થપાશે જેથી ખેડૂતોને આ માટે પણ બજાર મળશે.

પ્રધાનમંત્રીએ કહ્યુ કે બનાસ ડેરી દ્વારા બાયોગેસ પ્લાન્ટરનુ લોકાર્પણ કરાયુ છે જે ખેડૂતો માટે આશીર્વાદરુપ સાબિત થશે. આ પ્લાન્ટમાંથી સીએનજીનુ ઉત્પાદન થશે તો સાથે જ ખેડૂતોને તેના પશુઓના ગોબરની પણ કિંમત મળશે. સૌથી પહેલાં ગલબા કાકાને નમન. બીજા નમન બહેનોને જે સંતાનોથી વધારે પશુઓને સાચવે છે. બહેનો લગ્ન પસંગ છોડી દે પણ પશુઓની કાળજી રાખશે. ઓછો વરસાદ હોવા છતાં આ જિલ્લાની તાકાત કાંકરેજ ગાય, મહેસાણી ભેંસ અને બટેટાથી ખેડૂતના નસીબ કેવી રીતે બદલાય તે મોડલ બનાસકાંઠામાં જોઇ શકાય. સોમનાથની ધરતીથી જગન્નાથની ધરતી સુધી બનાસ ડેરી પહોંચી. કોરોનાની મહામારીમાં પણ બનાસ ડેરીએ મહત્વનું કામ કર્યું.

PM મોદીએ વધુમાં કહ્યુ કે, ઓછો વરસાદ વાળા જિલ્લામાં કાંકરેજ ગાય, મહેસાણી ભેંસ અને બટેટાથી ખેડૂતના નસીબ બદલાયા. બનાસકાંઠામાં એવા 75 તળાવો બનાવીએ જેમાં વરસાદી પાણી એકત્ર થાય. મે દિલ્લીમાં જઈને પણ નાના ખેડૂતોની જવાબદારી લેવાનુ નક્કી કર્યુ. હું આજે દેશના તમામ નાના ખેડૂતોના ખાતામાં 2-2 હજાર રૂપિયા મોકલી આપુ છુ.
તમને જણાવી દઈએ કે પ્રધામંત્રી મોદી બપોરે 1.20 વાગે જામનગર પહોંચશે અને લગભગ 4 કલાક રોકાણ કરશે. આ દરમિયાન કાર્યકરો દ્વારા અભિવાદન કરવામાં આવશે. મોટી સંખ્યામાં લોકોને શહેરમાં પીએમ મોદીના રૂટમાં હાજર રહીને આવકારશે. રોડ શો જેવો માહોલ જોવા મળશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
