PM Modi Gujarat Visit: વડાપ્રધાન મોદીના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ, સોમનાથથી કરશે શરૂઆત
PM Modi Gujarat Visit: PM નરેન્દ્ર મોદી શનિવાર, 10 જાન્યુઆરીથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે. આ મુલાકાત દરમિયાન, તેઓ સોમનાથ મંદિરમાં સોમનાથ સ્વાભિમાન પર્વ અને રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટમાં ભાગ લેશે. PM મોદીએ કહ્યું કે, સોમનાથ સ્વાભિમાન પર્વ આપણી આધ્યાત્મિક પરંપરાનું એક શક્તિશાળી પ્રતીક છે, અને દેશભરમાં ખૂબ જ શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યું છે.
PM મોદી રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં મુખ્ય વિકાસ કાર્યક્રમો અને રાજદ્વારી કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. આ મુલાકાત દરમિયાન, તેઓ સોમનાથ મંદિરમાં સોમનાથ સ્વાભિમાન પર્વ અને રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટમાં ભાગ લેશે. ઉલ્લેખનિય છે કે, મહમૂદ ગઝનવીના હુમલાની ઘટનાને 1000મા વર્ષ પૂર્ણ થતાં આ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ચાર દિવસીય સોમનાથ સ્વાભિમાન મહોત્સવનો પ્રારંભ થયો છે.

10 જાન્યુઆરી: સોમનાથમાં ભક્તિમય સાંજ
PM મોદી શનિવારે સાંજે સોમનાથ પહોંચશે.
- ઓમકાર જાપ: રાત્રે 8:00 વાગ્યે મંદિરમાં ચાલી રહેલા ઓમકાર મંત્ર જાપમાં જોડાશે.
- ડ્રોન શો: સોમનાથના આકાશમાં યોજાનારા ભવ્ય ડ્રોન શોને PM મોદી નિહાળશે.
- રાત્રિ રોકાણ: તેમનું પ્રથમ દિવસનું રોકાણ સોમનાથમાં જ રહેશે.
11 જાન્યુઆરી: સ્વાભિમાન પર્વ , રાજકોટમાં વાઈબ્રન્ટ સમિટ અને અમદાવાદમાં મેટ્રોનું લોકાર્પણ
સોમનાથ પર થયેલા આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થતા 'સ્વાભિમાન પર્વ'ની ઉજવણી
- શૌર્યયાત્રા અને પૂજન: સવારે 9:45 કલાકે શૌર્યયાત્રામાં હાજરી આપ્યા બાદ 10:15 કલાકે સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરશે.
- જાહેર સભા: સવારે 11:00 વાગ્યે PM મોદી જનમેદનીને સંબોધશે.
- રાજકોટ મુલાકાત: બપોરે 2:00 વાગ્યે રાજકોટમાં 'વાઈબ્રન્ટ ગુજરાત રિઝનલ સમિટ'નું ઉદ્ઘાટન કરશે.
- અમદાવાદમાં મેટ્રો: ત્યારબાદ અમદાવાદમાં મેટ્રો ફેઝ-2નું લોકાર્પણ કરશે અને ગાંધીનગર રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે.
12 જાન્યુઆરી: આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અને હેરિટેજ મુલાકાત
પ્રવાસના છેલ્લા દિવસે વડાપ્રધાન સાથે જર્મનીના ચાન્સેલર પણ જોડાશે.
- સાબરમતી આશ્રમ: સવારે 9:30 કલાકે ગાંધીજીના આશ્રમની મુલાકાત લેશે.
- પતંગ મહોત્સવ: સવારે 10:00 વાગ્યે રિવરફ્રન્ટ પર 'આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026'નો પ્રારંભ કરાવશે.
- મહાત્મા મંદિર: સવારે 11:15 કલાકે મહાત્મા મંદિર ખાતે દ્વિપક્ષીય બેઠકો (Bilateral Meetings) યોજાશે.












Click it and Unblock the Notifications
