Somnath Swabhiman Parv: PM નરેન્દ્ર મોદી મહાદેવની પૂજા-અર્ચના કરી જાહેર સભાને સંબોધિત કરશે
Somnath Swabhiman Parv: PM નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે પ્રભાસ પાટણની પવિત્ર ધરતી પર 'સ્વાભિમાન પર્વ'ની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં PM વિશેષ ઉપસ્થિત રહેશે. સોમનાથ મહાદેવના દર્શનથી લઈને મેટ્રો ફેઝ-2ના ઉદ્ઘાટન સુધી, PM મોદી આજે અનેક વિકાસકાર્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સહભાગી થશે.

સોમનાથમાં શૌર્ય યાત્રા અને પૂજા-અર્ચના
PM મોદીના આજના દિવસની શરૂઆત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં થશે. સવારે 9.45 કલાકે સોમનાથમાં 108 અશ્વો સાથેની ભવ્ય 'શૌર્ય યાત્રા' યોજાશે, જેને PM લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ 10.15 કલાકે તેઓ સોમનાથ દાદાના ગર્ભગૃહમાં પૂજા-અર્ચના અને અભિષેક કરશે. દર્શન બાદ PM મોદી 'સ્વાભિમાન પર્વ' નિમિત્તે આયોજિત વિશાળ જનસભાને સંબોધિત કરશે.
રાજકોટમાં વાઈબ્રન્ટ રિઝનલ કોન્ફરન્સ
બપોરે 12.00 વાગ્યે સોમનાથથી રવાના થઈ PM મોદી રાજકોટ પહોંચશે. રાજકોટમાં બપોરે 1.15 કલાકે તેઓ 'વાઈબ્રન્ટ ગુજરાત રિઝનલ કોન્ફરન્સ'નું ઉદ્ઘાટન કરશે. આ કોન્ફરન્સમાં તેઓ રાજ્યના અગ્રણી ઉદ્યોગકારો સાથે ખાસ કરીને 'ગ્રીન ગ્રોથ' અને 'બ્લુ એનર્જી' જેવા ભવિષ્યલક્ષી વિષયો પર ગહન ચર્ચા-વિચારણા કરશે.
અમદાવાદ-ગાંધીનગરને મેટ્રો ફેઝ-2ની ભેટ
રાજકોટના કાર્યક્રમો પૂર્ણ કરી PM સાંજે અમદાવાદ પહોંચશે. ગુજરાતના પરિવહન ક્ષેત્રે આજે એક નવો અધ્યાય જોડાશે. પીએમ મોદી સાંજે 5.15 કલાકે ગાંધીનગર મેટ્રો ફેઝ-2નું ઉદ્ઘાટન કરશે.
- રૂટ: આ ફેઝ અંતર્ગત સચિવાલયથી મહાત્મા મંદિર સુધીની મેટ્રો સેવા કાર્યરત થશે.
- ફાયદો: ગાંધીનગર આવતા પ્રવાસીઓ અને સચિવાલયના કર્મચારીઓ માટે મુસાફરી વધુ સરળ અને ઝડપી બનશે.
આ તમામ કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.
આજના પ્રવાસનું ટાઈમલાઈન
- સવારે 09:45: શૌર્ય યાત્રાનો પ્રારંભ (સોમનાથ)
- સવારે 10:15: સોમનાથ મહાદેવની પૂજા અને જાહેર સભા
- બપોરે 01:15: વાઈબ્રન્ટ રિઝનલ કોન્ફરન્સ (રાજકોટ)
- સાંજે 05:15: મેટ્રો ફેઝ-2નું ઉદ્ઘાટન (ગાંધીનગર)
-
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
PM Modi Meeting: 'Lockdownની અફવાઓ પર લગામ', PMની મુખ્યમંત્રીઓ સાથે અઢી કલાક ચાલી બેઠક, આપ્યા 8 સંદેશ-List -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ








Click it and Unblock the Notifications
