Heeraben Modi Passes Away: પીએમ મોદીએ હીરાબાના પાર્થિવ દેહને આપી કાંધ, આજના પોતાના કાર્યક્રમ નહિ કરે રદ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરિવારના સૂત્રોની માનીએ તો પીએમ મોદી આજના તેમના કોઈ પણ કાર્યક્રમને રદ નહિ કરે.
Heeraben Modi Passes Away: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનુ આજે સવારે 3.30 વાગે નિધન થઈ ગયુ. જેની માહિતી ખુદ પીએમ મોદીએ ટ્વિટ કરીને આપી. માના નિધન પછી તેઓ અમદાવાદ પહોંચ્યા અને માતાના પાર્થિવ દેહને કાંધ આપી. સૂત્રોની માનીએ તો પ્રધાનમંત્રી મોદી આજના તેમના કોઈ પણ કાર્યક્રમને રદ નહિ કરે. તેઓ આજે વંદે ભારત ટ્રેનને હાવડામાં લીલી ઝંડી આપશે.

પીએમ મોદી આજે તેમના જે પણ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો છે તેમાં ભાગ લેવા જશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા માહિતી આપવામાં આવી છે કે પીએમ મોદી પશ્ચિમ બંગાળના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ભાગ લેશે. આમાં કનેક્ટિવિટી સંબંધિત ઘણા મહત્વપૂર્ણ કાર્યક્રમો અને રાષ્ટ્રીય ગંગા પરિષદના કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે હીરાબા બે દિવસથી હૉસ્પિટલમાં હતા અને આજે સવારે તેમનુ નિધન થયુ હતુ. શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગુરુવારે હૉસ્પિટલ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યુ હતુ કે હીરાબેનની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. જ્યારે માતાને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે પીએમ મોદી તેમને મળવા હૉસ્પિટલ પહોંચ્યા હતા. લગભગ દોઢ કલાક હૉસ્પિટલમાં રહ્યા બાદ તેઓ દિલ્લી પાછા આવ્યા હતા.
માતાના નિધન બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માતાને શ્રદ્ધાંજલિ આપી અને તેમના શિક્ષાને યાદ કરી. PM મોદીએ ટ્વીટમાં લખ્યુ, 'ગૌરવપૂર્ણ સદીનુ ભગવાનના ચરણોમાં વિરામ. મામાં મે હંમેશા એક ત્રિમૂર્તિ અનુભવી છે જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.' વડાપ્રધાન મોદી તેમની માતાની ખૂબ જ નજીક હતા, તેઓ તેમને મળવા અવારનવાર અમદાવાદ આવતા હતા. હીરાબેન પીએમ મોદીને પોતાનો પ્રેમ આપતા હતા.
વડાપ્રધાન મોદીએ હીરાબેનના 100માં જન્મદિવસના અવસર પર એક બ્લૉગ લખ્યો હતો, જેમાં તેમણે કહ્યુ હતુ કે હું ખૂબ જ ખુશ અને ભાગ્યશાળી છુ કે મારી માતા તેમના 100માં જન્મદિવસમાં પ્રવેશ કરી રહી છે. જો આજે મારા પિતા હયાત હોત તો તેઓ પણ ગયા અઠવાડિયે 100 વર્ષના થયા હોત. વર્ષ 2022 મારા માટે ખૂબ જ ખાસ છે કારણ કે તે મારી માતાના જીવનનુ શતાબ્દી વર્ષ છે.
પીએમ નરેન્દ્ર મોદીના આજના કાર્યક્રમ
- પશ્ચિમ બંગાળમાં રૂ. 7800 કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
- વડાપ્રધાન કોલકાતામાં નેશનલ ગંગા કાઉન્સિલની બીજી બેઠકની અધ્યક્ષતા કરશે.
- પીએમ રૂ. 2550 કરોડથી વધુની ગટર યોજનાનો શિલાન્યાસ કરશે.
- વડાપ્રધાન હાવડાથી નવી જલપાઈગુડી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. પીએમ કોલકાતા મેટ્રોની જોકા-તરતલા પર્પલ લાઇનનુ ઉદ્ઘાટન કરશે.
- પીએમ અનેક રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે, દેશને અનેક રેલવે પ્રોજેક્ટ્સ સોંપશે.
- ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વૉટર એન્ડ સેનિટાઇઝેશનનુ ઉદ્ઘાટન કરશે.
- PM નવા જલપાઈગુડી રેલવે સ્ટેશનના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરશે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ






Click it and Unblock the Notifications
