ગુજરાત ગૌરવ અભિયાનઃ વલસાડ જિલ્લાના લાભાર્થીઓને કરાવ્યો ઈ-ગૃહ પ્રવેશ
ગુજરાત ગૌરવ અભિયાનઃ વલસાડ જિલ્લાના લાભાર્થીઓને કરાવ્યો ઈ-ગૃહ પ્રવેશ
વડોદરા ખાતે યોજાયેલા 'ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. આ સાથે વલસાડ જિલ્લાના જિલ્લા કક્ષાના “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમમાં નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા તથા કલ્પસર અને મત્સ્યોદ્યોગના મંત્રી જીતુ ચૌધરીએ વલસાડ ખાતેના મોરારજી દેસાઈ ઓડિટોરીયમ હોલ ખાતે ૧૦૬.૭૨ કરોડના ખર્ચે નવા બનેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, “ઘરવિહોણા તથા કાચા ઘર ધરાવતા પરિવારોને પાકું મકાન આપવાની પરિકલ્પના ૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવાનો સરકાર ભરપૂર પ્રયત્ન કરી રહી છે. “આપણું ઘર ક્યારે?” એ જ પ્રશ્નનો આ યોજના હેઠળ અંત લાવવાનો સરકારે સંકલ્પ કર્યો છે.”

વલસાડ જિલ્લાના દરેક તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વર્ષ ૨૦૨૧-૨૨ સુધીમાં ૬,૫૫૭ આવસો બનાવવાનું લક્ષ્યાંક છે જેમાંથી ૫,૬૧૬ આવાસોનું બાંધકામ પૂર્ણ પણ થઈ ગયુ છે અને બાકીની કામગીરી પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત લાભાર્થીને આવાસનું સ્થાનિક પદ્ધતિ મુજબ શૌચાલય ધરાવતું બાંધકામ કરવા માટે ત્રણ હપ્તામાં રૂ.૧.૭૨ લાખની સહાય તથા શહેરી લાભાર્થીઓને આવાસના નવા બાંધકામ અને હયાત બાંધકામમાં વૃદ્ધિ કરવા માટે છ હપ્તામાં રૂ.૩.૫ લાખની સબસીડી રૂપે સહાય સીધા બેંક ખાતામાં આપવામા આવે છે. શહેરી વિસ્તારોમાં સુવિધાયુક્ત અને પરવડી શકે એવા પાકા આવસો શકે તથા વિસ્તારો ઝૂપડપટ્ટી મુક્ત બને એવો હેતુ છે. બાંધકામ કરવા માટે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૩૦ જેટલા કડિયાઓને તાલીમ પણ આપવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
