ફોટો : સાબરમતી નદીની આરતી, સાબરમતીને સ્વચ્છ અને પૂજ્ય રાખવા CMની અપીલ
અમદાવાદ, 30 જુલાઇ : ગુજરાતના અમદાવાદ શહેરમાંથી પસાર થતી સાબરમતી નદીને સ્વચ્છ અને પૂજ્ય, પવિત્ર રાખવાની અપીલ સાથે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સાબરમતી મૈયાની આરતી ઉતારી હતી.
શ્રાવણ સુદ બીજના પવિત્ર દિવસે 29 જુલાઇ, 2014ના રોજ ભારે વરસાદ છતાં પણ સાંજે કરવામાં આવેલી 151 દીવડાંની આરતીને કારણે સાબરમતી નદી દીપી ઉઠી હતી.
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાંજે ઉતારવામાં આવેલી આરતીનું સમગ્ર આયોજન શહેરના પ્રાચીન જગન્નાથ મંદિર દ્વારા કરવામાં આવ્યું હતું. આ મહાઆરતીમાં શહેરના ઉત્સાહીજનોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું કે 'પવિત્ર શ્રાવણ માસમાં નદી પૂજનનો આ અવસર સુભગ છે. ભક્તિ માસ ગણાતા શ્રાવણ મહિનામાં તેમણે શિવભક્તોને અનુરોધ કર્યો કે તેઓ જે દૂધ ભગવાનને ચડાવે છે તેમાંથી થોડો ભાગ કૂપોષિત બાળકો માટે પણ આપીને શિવ-સેવા સાથે સમાજ-સેવાની જવાબદારી પણ અદા કરી શકાય છે.'
સાબરમતી નદીની મહાઆરતી પ્રસંગે અમદાવાદનાં મેયર મીનાક્ષીબહેન પટેલ, અમદાવાદ શહેરના ધારાસભ્યો, જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્રભાઇ જ્હા, શહેરના અગ્રણીઓ સુરેશભાઇ પટેલ, સોમાભાઇ મોદી સહિત ઉત્સાહી નાગરિકો પણ આરતીમાં જોડાયા હતા.
મહાઆરતીની ઝાંખી નિહાળવા આગળ ક્લિક કરો...

1
સાબરમતી મૈયાની મહાઆરતી ઉતારવામાં આવી હતી

2
151 દીવડાંની આરતી ઉતારવામાં આવી

3
આરતીમાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ,અમદાવાદનાં મેયર મીનાક્ષીબહેન પટેલ, અમદાવાદ શહેરના ધારાસભ્યો, જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્રભાઇ જ્હા, શહેરીજનોએ લીધો ભાગ

4
વરસતા વરસાદમાં આરતી ઉતારાતા વાતાવરણ ભક્તિમાં તરબોળ

5
પવિત્ર શ્રાવણમાંશિવ-સેવા સાથે સમાજ-સેવાની જવાબદારી અદા કરવા મુખ્યમંત્રીની અપીલ

6
શહેરની શાનસાબરમતી નદીને સ્વચ્છ અને પૂજ્ય, પવિત્ર રાખવાની અપીલ
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
