તસવીરો : ગુજરાતના માથે હજી 48 કલાક ભારે વરસાદનું જોખમ
અમદાવાદ, 30જુલાઇ : અમદાવાદ નગરી માટે 29 અને 30 જુલાઇ, 2014ના દિવસો કંપાવી દેનારા લેખાશે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મૂશળાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ડૂબ્યાં છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે 51 રસ્તાઓની યાદી તૈયાર કરી છે જ્યાં નાગરિકોને નહીં જવા અરજી કરવામાં આવી છે.
આ ઉપરાંત ભારે વરસાદને પગલે અનેક શાળાઓએ રજા જાહેર કરી છે. અમદાવાદમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે અને ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. અમદાવાદના નીચાણવાળા અનેક વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ભરાઇ ગયા છે.
(16.15 PM) હવામાન વિભાગે આજથી 48 કલાક માટે ગુજરાતના માથે હજી ભારે વરસાદની આગાહી કરી છે. બુધવાર બપોરથી 24 કલાક માટે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
(15.45 PM) અમદાવાદમાં પાણી ઓસર્યાં, ઉઘાડ નીકળ્યો, જનજજીવન સામાન્ય થવા લાગ્યું.
(15.15 PM) વાસણા બેરેજમાં સપાટી 128 મીટર, બેરેજના 7 દરવાજા ખોલવામાં આવ્યા. 6,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું.
(14.10 PM) અમદાવાદના ચમનપુરામાં પીવાના પાણીની મુશ્કેલી, પાણી અને ફૂડ પેકેટ્સનું વિતરણ કરાયું, પેકેટ્સ મેળવવા માટે પડાપડી.
(12.55 PM) મહેસાણાના કડીમાં આભ ફાટ્યું. મંગળવારે રાત્રે 1 વાગ્યાથી બુધવારે સવારે 10 વાગ્યા સુધીમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો.
(12.45 PM) વરસાદને પગલે અમદાવાદ એરપોર્ટની ફ્લાઇટ્સ ડાઇવર્ટ કરવામાં આવી, અનેક ફ્લાઇટ રદ થતાં મુસાફરોની મુશ્કેલી વધી.
(12.35 PM) મધુવન ડેમમાં 10 દરવાજા ખોલાયા. સાંજે 5 વાગે 2 લાખ ક્યુસેક પાણી છોડાય તેવી શક્યતા. વાપી, દમણ અને દાદરાનગર હવેલીને સીધી અસર.
(12.25 PM) ગુજરાતના વલસાડમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેના કારણે તંત્રને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
(12.15 PM) અમદાવાદ જિલ્લામાં વરસાદથી સ્થિતિ ગંભીર બની છે. ધોળકા ધંધુકાના 40 ગામોમાં એલર્ટ. દાદરા નગર હવેલીમાં 48 કલાકની ચેતવણી.
બેહાલ અમદાવાદની તસવીરો જોવા આગળ ક્લિક કરો...

1
અંદરબ્રિજમાં પાણી ભરાયા, વાહન વ્યવહાર બંધ

2
રસ્તાઓ પાણીથી છલ્લોછલ, માણસોની અવર જવર બંધ

3
અનેક વિસ્તારોમાં ઝાડ પડી જવાથી ભારે હાલાકી

4
અંડરબ્રિજમાં પાણી ઓવર

5
પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો

6
પાણીની કહાણી

7
વરસાદની વારતા લાંબી લાંબી

8
પાણી ભરાતા મુશ્કેલીઓ ઘર કરી ગઇ

9
માલ મિલકતને નુકસાન

10
ઘર અને મંદિરોમાં ઘૂસ્યાં પાણી

11
બચાવ કામગીરી
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
