પાટણ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ શંખેશ્વર ખાતે યોજાશે
પાટણ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ શંખેશ્વર ખાતે યોજાશે
સમગ્ર દેશ 75માં સ્વાતંત્ર્ય પર્વને મનાવવા ઉત્સુક છે ત્યારે, પાટણમાં પણ જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહની સમગ્ર તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. 15મી ઓગસ્ટના રોજ આ વર્ષે તાલુકા મથક શંખેશ્વર મુકામે જિલ્લા કક્ષાનો ધ્વજ વંદન સમારોહ યોજવામાં આવ્યો છે. રાજયકક્ષાના મંત્રી કીર્તિસિંહ વાઘેલા શંખેશ્વર ખાતે ઉપસ્થિત રહી ધ્વજવંદન કરાવશે.

જિલ્લા વહિવટીતંત્ર દ્વારા 75માં સ્વાતંત્ર્ય પર્વ માટે જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 15 મી ઓગસ્ટના ધ્વજવંદન સમારોહ પહેલા જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીના દ્વારા ધ્વજવંદન સમારોહ માટે થયેલી તૈયારીઓનું નિરીક્ષણ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
15 મી ઓગસ્ટના મહાપર્વની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન, હર્ષ ધ્વની, વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન, રાષ્ટ્રગાન સહિતના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. પાટણ જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીની ઉપસ્થિતિમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું.
રાજ્યભરમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યુ છે. ત્યારે, પાટણ જિલ્લામાં પણ સ્વાતંત્ર્ય પર્વના પૂર્વ સંધ્યાએ ભવ્ય તિરંગા રેલી યોજાઇ હતી. આ રેલીમાં શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
