ગુજરાતના માછીમારોની સમસ્યા પર ભાજપના આ મંત્રીએ પોતાની જ સરકારને ઘેરી
ગુજરાતના માછીમારોની સમસ્યા પર ભાજપના આ મંત્રીએ પોતાની જ સરકારને ઘેરી
ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી પુરુષોત્તમ સોલંકીએ માછીમારોની સમસ્યાને લઈ પોતાની જ સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે. પુરુષોત્તમ સોલંકીએ કહ્યું કે, રૂપાણી સરકારે ચક્રવાતી તોફાનનો માર સહન કરનાર માછીમારો માટે આર્થિક પેકેજની ઘોષણા કરી હતી. પરંતુ માછીમારોને તેમાંથી કંઈ જ મળ્યું નથી. પુરુષોત્તમ સોલંકીએ કહ્યું કે, માછીમારો સુધી સરકારી યોજનાઓનો લાભ નથી પહોંચતો. તેમણે કહ્યું કે, સમુદ્ર કાંઠે વસેલા ખારવા, કોળી અને મુસ્લિમ સમુદાયના લોકોને સરકાર સહાય નથી પહોંચાડી શકતી.

સરકારના મંત્રીનો આવા પ્રકારે પોતાની જ સરકાર પર સવાલ ઉઠાવવો વિપક્ષી દળ કોંગ્રેસ માટે ભાજપ પર પ્રહાર કરવાનું માધ્યમ બની ગયું છે. ભાજપ સરકારને હવે કોંગ્રેસ આડે હાથ લઈ રહી છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, અનેક સમાજના લોકો પરેશાન હોવાનું ખુદ સરકારના મંત્રી સ્વીકારી રહ્યા છે. મોઢવાડિયાએ કહ્યું કે, આ સરકાર ટેબલ પર આર્થિક પેકેજની ઘોષણા કરે છે, પરંતુ માછીમારોને બોટ માટે મળતી આર્થિક સહાયતા પણ બંધ કરી દેવામાં આવી છે.
કોંગ્રેસ નેતાનું કહેવું છે કે, ગુજરાતમાં ભાજપ સરકાર મોટી મોટી યોજનાઓ બનાવે અને આર્થિક પેકેજ મીડિયા સામે લાવે છે, પરંતુ હકીકતમાં તે જનતા સુધી નથી પહોંચી શકતી. કોંગ્રેસી નેતાઓએ આરોપ લગાવ્યો કે સરકારે વોટ માટે મળતી સબસિડી બંધ કરી દીધી છે. સરકાર માત્ર મોટા ઔદ્યોગિક સમૂહને મદદ કરવાની નીતિ પર કામ કરી રહી છે. કોંગ્રેસીઓએ કહ્યું કે, સામાન્ય નાગરિકો આ સરકારથી પરેશાન છે.
જણાવી દઈએ કે પાછલા મહિને ચક્રવાતી તોફાનથી ગુજરાતના સમુદ્રી કાંઠે ભારે તબાહી મચી હતી. આનાથી ઉભરવા માટે રાજ્ય સરકારે પ્રભાવિતોને 500 કરોડ રૂપિયાના આર્થિક પેકેજની ઘોષણા કરી હતી. કેન્દ્ર સરકારે પણ 1000 કરોડ આપવાનું વચન આપ્યું હતું. જો કે તેમ છતાં લોકો સુધી સહાય ન પહોંચવા સંબંધી સરકારના જ એક મંત્રીના નિવેદને સરકારની નીયત પર સવાલ ઉઠાવ્યા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
