મહેસાણાઃ વિસનગર ખાતે જુગારધામમાં પરેશ રાવલના ભાઈ રેડમાં પકડાયા
શ્રાવણ મહિનો શરૂ થતાં જ ઠેર ઠેર જુગારધામો ચાલુ થઈ જતા રાજ્યની પોલિસ આવા જુગારધામો પર દરોડા પાડી રહી છે.
શ્રાવણ મહિનો શરૂ થતાં જ ઠેર ઠેર જુગારધામો ચાલુ થઈ જતા રાજ્યની પોલિસ આવા જુગારધામો પર દરોડા પાડી રહી છે. આ જ ક્રમમાં મહેસાણાના વિસનગરના મથુરાદાસ ક્લબના મકાનમાં પોલિસે રેડ પાડતા 20 જુગારિયા પકડાયા હતા. આ જુગારધામ વિસનગરમાં પરેશ રાવલનો પિતરાઈ ભાઈ કીર્તિ રાવલ ચલાવતો હતો.

સોમવારે રાતે મહેસાણા એલસીબીએ ભાજપના પૂર્વ સાંસદ અને પરેશ રાવલના ભાઈ હિમાંશુ રાવલ અને કીર્તિ રાવલના જુગારધામમાં દરોડા પાડ્યા હતા. જેમાં ૧.૯૪ લાખની રોકડ રકમ, ૧૬ મોબાઇલ અને ત્રણ વાહન મળી ૬.૩૩ લાખનો મુદ્દામાલ કબજે કરાયો. લોકડાઉનમાં હિમાંશુ રાવલ બોમ્બેથી વિસનગર ખાતે રહેવા આવ્યો હતો.
આ મથુરાદાસ ક્લબ મહેસાણાના વિસનગરમાં કૃષ્ણ સિનેમા પાસે આવેલુ છે. શહેરની વચ્ચોવચ આ જુગારધામ ચાલતુ હોવા છતાં સ્થાનિક પોલિસને આ અંગે કોઈ માહિતી નહોતી. માહિતી મુજબ હિમાંશુ રાવલ અને કીર્તી રાવલ બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હતા. આ ક્લબમાં કીર્તિ રાવલ ટ્રસ્ટી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
