પંચમહાલની જીવાદોરી સમાન પાનમ અને હડફ ડેમ છલોછલ, ડેમમાંથી પાણી છોડાતા નદીના કાંઠા વિસ્તારના લોકોને કરાયા એલર્ટ
Panchmahal: પંચમહાલ જિલ્લાના જળાશયોમાં પાણીની આવક જોવા મળી છે. પાનમ ડેમ અને હડફ ડેમમાંથી પાણી છોડાયું છે. પાનમ ડેમમાંથી 1.65 લાખ ક્યુસેક પાણી છોડ્યું છે. હડફ ડેમમાંથી 26880 ક્યુસેક પાણી છોડાયું છે. ડેમમાંથી પાણી છોડાતા નદીના કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા જણાવાયું છે. જિલ્લાની જીવાદોરી સમાન બન્ને ડેમ ભરાયા છે.

પંચમહાલની જીવાદોરી સમાન પાનમ અને હડફ ડેમમાંથી પાણી છોડાયું
પંચમહાલ જીલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમ અને હડફ ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડાઈ રહ્યું છે. પાનમ ડેમમાંથી 1,65131 ક્યુસેક પાણી છોડાયું છે. હડફ ડેમમાંથી 26880 ક્યુસેક પાણી છોડાયું છે. બંને ડેમમાં પાણીની ભરપૂર આવકને લઇ ડેમ સંપૂર્ણ ભરાયા છે. પાનમનું ડેમના રૂલ લેવલ 127.36 મીટરની સામે ડેમ હાલ 127.20 મીટર સુધી ભરાયો છે. હડફ ડેમનું રૂલ લેવલ 166.02 મીટરની સામે ડેમ હાલ 165.85 મીટર ભરાયો છે. ડેમમાંથી પાણી છોડાતા નદીના કાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.
નદીના કાંઠા વિસ્તારના લોકોને કરાયા એલર્ટ
પંચમહાલ જિલ્લામાં અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે બંને ડેમમાં પાણીની આવક જોવા મળી છે. બંને ડેમ ભરાઈ જતા ડેમના દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. પાનમ ડેમ અને હડફ ડેમ જિલ્લાની જીવાદોરી છે. આ બંને ડેમથી આસપાસના લોકોને પીવા અને સિંચાઈ માટે પાણી મળી રહે છે. બંને ડેમ ભરાતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે.
-
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના









Click it and Unblock the Notifications
