Panchmahal Lok Sabha Election Results 2024 LIVE Gujarati: પંચમહાલ રિઝલ્ટ, ગુલાબસિંહ ચૌહાણ વર્સિસ રાજપાલસિહ
Panchmahal Lok Sabha Election Results 2024 LIVE Gujarati: સંસદીય મતવિસ્તારના સીમાંકનના અમલીકરણના ભાગ રૂપે વર્ષ 2008માં પંચમહાલ લોકસભા સીટ અસ્તિત્વમાં આવી હતી. પહેલીવાર પંચમહાલ બેઠક પર 2009માં લોકસભાની ચૂંટણી યોજાઇ હતી અને ત્યારે ભાજપના પ્રભાતસિંહ પ્રતાપસિંહ ચૌહાણ આ બેઠક પરથી ચૂંટાઈને સંસદ ભવન પહોંચ્યા હતા.

નવસારીની જેમ જ પંચમહાલ બેઠક પર પણ કોંગ્રેસ જીતનું ખાતું ખોલી શકી નથી. અત્યાર સુધીમાં પંચમહાલ બેઠક પર ત્રણ વખત લોકસભા ચૂંટણી યોજાઈ અને ત્રણેય વાર ભાજપના ઉમેદવારે બાજી મારી હતી.
પંચમહાલ લોકસભા બઠકમાં કૂલ 7 વિધાનસભા મતક્ષેત્રોનો સમાવેશ થાય છે, જેમાંઃ- થસરા, બાલાસિનોર, લુણાવાડા, શેહરા, મોરવા હડફ, ગોધરા અને કાલોલ સામેલ છે. નોંધનીય છે કે પંચમહાલ બેઠક પર ભાજપે પોતાના સિટિંગ એમપી રતનસિંહ રાઠોડની ટિકિટ કાપી આ વખતે રાજપાલસિંહ મહેન્દ્રસિંહ જાદવને મોકો આપ્યો છે.
પંચમહાલ લોકસભા બેઠકમાં આ વખતે ભાજપના રાજપાલસિંહ જાદવની સામે કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણની લડાઇ છે. બંનેની કિસ્મતનો ફેસલો ઈવીએમમાં કેદ થઇ ગયો છે જે આજે 4 જૂનના રોજ Panchmahal Result આવતાની સાથે જ ખુલી જશે.
પંચમહાલ લોકસભા મતવિસ્તારમાં કૂલ 18 લાખ 96 હજાર 743 મતદારો નોંધાયેલા છે, જેમાંથી 58.85% એટલે કે 11 લાખ 16 હજાર 171 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારે Panchmahal Lok Sabha Seat Live Result મેળવવા માટે વનઈન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો.
લાઇવ અપડેટ
8:00 AM - પંચમહાલથી ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ આગળ ચાલી રહ્યા છે.
10:15 AM - પંચમહાલ લોકસભા ભાજપના રાજપાલ સિંહ 143869 મતોથી આગળ
10:22 AM - પંચમહાલ લોકસભા ભાજપના રાજપાલ સિંહ 143869 મતોથી આગળ
11:34 AM - પંચમહાલમાં ભાજપના ઉમેદવારરાજપાલસિંહ જાદવ 2 લાખ 51 હજાર મતથી આગળ
12:36 PM - પંચમહાલ લોકસભા મત ગણતરી માં સૌથી મોટું અપડેટ. મતગણતરી ના 15 રાઉન્ડ પૂર્ણ થયા. પંચમહાલ બેઠક ના ભાજપ ના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ ની જીત નિશ્ચિત. હાલ રાજપાલસિંહ 3.79 લાખ ની લીડ સાથે જીત તરફ આગળ વધી રહ્યા છે.












Click it and Unblock the Notifications
