27 જુલાઈએ સૌની યોજનાના લીંક-3ના પેકેજ-8 અને 9નું લોકાર્પણ કરાશે, પીએમ મોદી ખુલ્લી મુકશે
સૌરાષ્ટ્રને નર્મદાના નીર પહોંચાડવા માટેની સરકારની મહત્વકાંક્ષી યોજના સૌની યોજનાના લીંક-3ના પેકેજ-8 અને 9નું 27 જૂલાઈએ લોકાર્પણ થવા જઈ રહ્યું છે. પીએમ મોદી આ લોકાર્પણ કરશે.
27 જુલાઈએ સૌની યોજનાના લીંક-3ના પેકેજ-8 અને પેકેજ-9નું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. આ બંને પેકેજની કામગીરી અંદાજિત 393.67 કરોડના ખર્ચે થઈ છે.

સૌની યોજના લીંક-3ના પેકેજ 8 અંતર્ગત રૂ.ર64.96 કરોડના ખર્ચે લીંક-3ના પેકેજ-5 ની મુખ્ય પાઇપ લાઇન ગુંદાસરા ગામ નજીકના એન્ડ પોઇંટથી ભાદર-1 ડેમ સુધી જોડવામાં આવી છે. જેમાં પેકેજ-8ના 32.561 કિ.મી. માટેના પાઇપલાઇન તથા વેરી તળાવને આશરે 1.8 કીમી પાઇપ લાઇન નાખી જોડવામાં આવેલ છે.
સૌની યોજના લીંક-3 પેકેજ-8 દ્વારા 42,380 એકર વિસ્તારને સિંચાઈનો સીધો લાભ મળશે. જેનાથી આશરે 10,568 ખેડૂતો સિંચાઈ માટે પાણી મેળવી શકશે. ઉપરાંત આસપાસના 57 ગામોના 75 હજારથી વધુ લોકોની પીવાના તથા સિચાઈના પાણીની સુવિધામાં વધારો થશે.
સૌની યોજના લીંક-3ના પેકેજ-9માં આજી-1 એક્ષટેન્શન તથા ફોફળ-01 ફીડર એક્ષટેન્શન અન્વયે રૂ.128.71 કરોડના ખર્ચે લીંક-3ના પેકેજ-4ના ઠેબચડા ગામ પાસેથી પાસેથી આજી-1 જળાશયના સબમર્જન્સ સુધી આશરે 6.279 કિ.મી. લંબાઇની પાઇપલાઇનની કામગીરી કરવામાં આવી છે.
ફોફળ-1ના એક્ષટેન્શન ફીડર પાઇપલાઇનના કામમાં લીંક-3ના પેકેજ- 5 પાસેથી (ગામ : ચાંદલી તા. લોધિકા) કનેક્શન આપી ફોફળ-1 જળાશયના સબમર્જન્સ સુધી આશરે 28.132 કિ.મી. લંબાઇની પાઇપલાઇન જોડવામાં આવી છે.
લોકાર્પિત થનાર પેકેજ-9 દ્વારા 38 ગામોના 23000 થી વધુ લોકોને ફાયદો થશે તથા 10,018 એકર જમીનને સિંચાઇની અને પીવાના પાણીની સુવિધાઓ મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
