Opinion: ગુજરાતનો સૌથી નાનો જિલ્લો ડાંગના વિકાસ માટે સરકારે ફાળવ્યા કરોડો રૂપિયા
ગુજરાતના છેવાડાના વ્યક્તિને જનકલ્યાણકારી યોજનાઓનો લાભ મળી રહે તે ઉદ્દેશ્યથી ભૂપેન્દ્ર પટેલ સરકાર સતત પ્રયત્નશિલ છે. આ કડીમાં જ ગુજરાત સરકારે રાજ્યના સૌથી નાનો જિલ્લો ડાંગ વિકસાવવા માટે કટિબદ્ધતા દર્શાવી છે. ડાંગના વિકાસ માટે હજારો લાખો રૂપિયાનાં વિકાસ કાર્યોને મંજૂરી પણ મળી ગઈ છે અને વિકાસ કાર્યોના લોકાર્પણ પણ કરી દેવામાં આવ્યાં છે.

રાજ્યના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ, તેમજ ગુજરાત વિધાનસભા નાયબ દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ડાંગ જિલ્લાના આહવા અને વઘઈ ખાતે નિર્માણ થનાર વિવિધ વિકાસ પ્રકલ્પના "ખાતમુર્હત" કાર્યક્રમ વઘઈ સરકારી ખેતીવાડી શાળા ખાતે યોજાયો હતો.
ડાંગ જિલ્લાના વિવિધ પ્રકલ્પોના ખાતમુહર્ત પ્રંસગે મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યુ હતું કે, ભ્રસ્ટાચારમુક્ત પારદર્ષિ વહીવટ સાથે કામગીરી પુર્ણ કરવામા આવે તે ઈચ્છનીય છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" થકી દેશના છેવાડાના માનવીનો આર્થિક અને સામાજિક વિકાસ કરી રહ્યા છે. મંત્રીએ સ્વયં ૨૬ જેટલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામા ભાગ લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભાન્વિત કર્યા હતા.
કેન્દ્ર અને રાજ્ય સરકારે ડાંગ જિલ્લાના પ્રજાજનો ઉપર ખુબ જ ઉદારતા દાખવી છે. ડાંગ જિલ્લામા વિવિધ ત્રણ પ્રકલ્પોના પ્રંસગે પ્રભારી મંત્રી ઉપસ્થિત રહ્યા તે બદલ વિધાનસભા નાયબ દંડક વિજયભાઈ પટેલે મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આવનાર સમયમાં ડાંગ જિલ્લાના તમામ વિસ્તારમા વિવિધ રસ્તાઓનું ખાતમુહર્ત કરાશે તેમ પટેલે વધુમાં જણાવ્યું હતુ.
ડાંગ જિલ્લામાં પાણીની સમસ્યા હલ કરવા માટે સરકારએ ૮૬૬ કરોડ રૂપિયાની યોજના મંજુર કરી છે. તેમ પણ વિજયભાઈ પટેલે આ પ્રંસગે જણાવ્યું હતું.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડાંગ જિલ્લાને ચોવીસ કલાક વીજળી પુરૂ પાડવાનું કાર્ય કર્યું છે. ડાંગ જેવા દુર્ગમ વિસ્તારમાં નેટવર્ક સમસ્યા હલ કરવા સરકાર સતત પ્રયનશીલ છે. ડાંગ જિલ્લામાં ૫૦ જેટલાં નવા બી.એસ.એન.એલ.ના ટાવર ઉભા કરાયા છે. તેમજ વઘઈ થી નાસિક રેલ્વે લાઈનનો સર્વે પણ પુર્ણ કરવામાં આવ્યો છે તેમ, વલસાડ ડાંગના સાંસદ કે.સી. પટેલે જણાવ્યું હતું.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ડાંગ જિલ્લો વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. તેમ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇને જણાવી, ડાંગ જિલ્લાને ત્રણ પ્રકલ્પની ભેટ આપવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
ડાંગ જિલ્લો વિવિધ ક્ષેત્રે પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે, તેમ જિલ્લા કલેક્ટર મહેશ પટેલે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈથી મુખ્ય જિલ્લા વહીવટી મથકને જોડતા વઘઇ-આહવા માર્ગનું રૂ.૨૫૧૦ લાખના ખર્ચે નવિનિકરણ હાથ ધરાશે. છેલ્લા કેટલાક સમયથી બિસ્માર બનેલા આ માર્ગના નવિનિકરણથી રોજિંદા વાહનચાલકો તથા પ્રવાસીઓને ઘણી મોટી રાહત થશે.
આ ઉપરાંત આજ માર્ગ ઉપર આવેલા કુડકસ ગામે રૂ.૧૦૦૫ લાખના ખર્ચે નવીન પુલનું પણ નિર્માણ કરાશે. જે આ માર્ગના યાતાયાતને વધુ સરળ બનાવશે. માર્ગ અને પુલ ઉપરાંત આહવા ખાતે રૂ.૬૦૦ લાખના ખર્ચે નવા 'આદિવાસી સાંસ્કૃતિક ભવન' નું પણ નિર્માણ કરાશે. આ તમામ કાર્યોનું આજે ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઇ હળપતિ સહિતના મહાનુભાવોએ ખાતમુહૂર્ત કર્યું હતું.
આમ, નાતાલ પૂર્વે ડાંગ જિલ્લાને રાજ્ય સરકારે માર્ગ મકાન વિભાગના કુલ રૂપિયા ૪ હજાર ૧૩૫ લાખના નવા ત્રણ પ્રકલ્પોની ભેટ આપી છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી






Click it and Unblock the Notifications
