ગુજરાતની પ્રથમ પહેલઃ કોલસાના આંતરિક હેરાફેરી કરારથી 400 કરોડનો ફાયદો
ગાંધીનગર, 12 નવેમ્બરઃ ઊર્જામંત્રી સૌરભ પટેલે કેન્દ્ર સરકારે કોલસાની આંતરિક ફેરબદલી કરારનું માત્ર ર૧ જ દિવસમાં અમલીકરણ કરાવતાં ગુજરાતને સમગ્રતયા ૪૦૦ કરોડનો અંદાજિત લાભ-બચત થશે તેની વિધાનગૃહમાં આજે જાહેરાત કરી હતી. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન રાજ્ય અને કેન્દ્ર સરકારની વીજ ઉત્પાદન કંપનીઓ વચ્ચે કોલસાની લેવડ-દેવડના કરાર અંગે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં આ અંગેની વિગતો તેમણે આપી હતી.

એન.ટી.પી.સી. દ્વારા આયાત કરવામાં આવતો કોલસો ગુજરાતના મુંદ્રા બંદરે ઉતરે છે અને છત્તીસગઢના પાવર સ્ટેશને લઇ જવામાં આવતો હતો. જ્યારે ગુજરાતને ૧૩૦૦ કિ.મી. દૂરના કોરીયા રેવા કોલ ફિલ્ડથી કોલસો પુરો પાડવામાં આવતો હતો. જો એન.ટી.પી.સી. દ્વારા આયાત કરાતો કોલસો ગુજરાતને અપાય અને ગુજરાતને ફાળવવામાં આવતો કોલસો એન.ટી.પી.સી.ને અપાય તો બન્ને વીજ ઉત્પાદક કંપનીઓને રેલ્વે ભાડામાં મોટો આર્થિક ફાયદો થાય તેમ હતો.
આ અંગે સૌ પ્રથમવાર આ વિચાર ગુજરાતની સરકારે કેન્દ્ર સામે મૂક્યો હતો. અગાઉની કેન્દ્ર સરકારના એમ્પાવર્ડ ગ્રુપ ઓફ મીનીસ્ટર્સ સમક્ષ વારંવાર રજુઆતો પણ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી પણ એક યા બીજા કારણોસર કેન્દ્રની સરકારે ગુજરાતને અન્યાયની પરંપરા કરતાં આ વાત કાને ન ધરીને આ બાબતે કોઇ જ નિર્ણય લીધો ન હતો.
સૌરભ પટેલે જણાવ્યું કે કેન્દ્રમાં સત્તા પરિવર્તન થતા નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે આ અંગે ત્વરિત નિર્ણય લઇ કોલસાની ફાળવણીની ગુજરાતની પડતર માંગણીને મંજુરી આપી દીધી જેને કારણે બન્ને વીજ ઉત્પાદક કંપનીઓને ફાયદો થયો છે.
કોલસાની આ આંતરિક ફેરબદલી માટે તા.૩૦/૯/ર૦૧૪ના રોજ કરાર થયાના માત્ર ર૧ દિવસમાં જ કરારનું અમલીકરણ થયું અને ગુજરાતને એન.ટી.પી.સી.ના કોલસાની પ્રથમ રેક તા.ર૧/૧૦/ર૦૧૪ના રોજ અને એન.ટી.પી.સી.ને કોરિયા-રેવા કોલ ફિલ્ડના કોલસાની પ્રથમ રેક તા.ર૭/૧૦/ર૦૧૪ના રોજ મળી પણ ગઇ છે. તેમ ઊર્જામંત્રીએ ઉમેર્યું હતું.
આ અંગે વધુ વિગતો આપતા ઊર્જામંત્રીએ જણાવ્યું હતું કે ૧૦ લાખ મેટ્રીક ટન કોલસાની આંતરિક અદલા-બદલીના કરારથી ગુજરાતને રૂપિયા ૧૪૦ કરોડનો ફાયદો થશે. જ્યારે કોલસાના પુરેપુરા જથ્થાના એટલે કે, રપ લાખ મેટ્રીક ટન કોલસાની આંતરિક અદલા-બદલી થશે એ વખતે રાજ્યને રૂપિયા ૪૦૦ કરોડ અને કેન્દ્રને રૂપિયા પ૪૫ કરોડ મળી કુલ રૂપિયા ૯૪પ કરોડનો ફાયદો થશે. તેનો સીધો લાભ દેશના વીજ વપરાશકારોને મળશે.
ઉર્જામંત્રીએ ઉમેર્યું હતું કે, કેન્દ્રમાં અને રાજ્યમાં એક જ પક્ષની સરકાર હોય તો પ્રજાના હિતમાં ત્વરિત નિર્ણયો લેવાય તેનો લાભ સામાન્ય પ્રજાજનોને મળે તેવા સુશાસનના અભિગમ સાથે વડાપ્રધાનએ કેન્દ્ર-રાજ્ય સંબંધોને સુદ્રઢ બનાવ્યા છે તેનો આ દેખીતો ફાયદો ગુજરાતને થયો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
