રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૫ વર્ષમાં દોઢ લાખ જેટલા યુવાનોને સરકારી નોકરી આપવામાં આવી
રાજ્યના પ્રત્યેક યુવાનોને રોજગારી મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યુ હતુ.
રાજ્યના શ્રમ, કૌશલ્ય અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યની ડબલ એન્જિન સરકાર રાજ્યનું ભાવિ એવા યુવાનો સતતપણે આગળ વધી રાજ્ય અને દેશના નિર્માણમાં પોતાની ભાગીદારી નોંધાવે તે માટે તેમના શ્રેષ્ઠ શિક્ષણ અને શિક્ષણ લીધા બાદ તેમને રોજગારી મળી રહે તે માટે સતત ચિંતિત છે. સરકાર દ્વારા આ માટે તેમના કૌશલ્ય વિકાસ અને જીવન ઘડતર માટે પ્રયાસો હાથ ધર્યા છે. ગુજરાત સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 1,50,000 જેટલા શિક્ષિત બેરોજગારોને સરકારી નોકરી આપવામાં આવી છે. ભારતનો બેરોજગારી દર 4.4% છે ત્યારે ગુજરાતનો દર માત્ર 2.2% છે જે ગુજરાત માટે ગર્વની વાત છે. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના અહેવાલ પ્રમાણે સમગ્ર દેશમાં રોજગારી આપવામાં ગુજરાત પ્રથમ છે.

વિધાનસભા ગૃહમાં આજે જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં રોજગારી અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જુનાગઢ જિલ્લાના 10323 અને પોરબંદર જિલ્લાના 4644 નોંધાયેલા બેરોજગાર સામે જુનાગઢ જિલ્લાના 4573 અને પોરબંદર જિલ્લાના 4053 બેરોજગારોને રોજગારી આપવામાં આવી છે. ગુજરાત સરકારનો ધ્યેય મંત્ર 'સૌનો સાથ, સૌનો વિકાસ' આ સાથે જ સાકાર થાય છે.












Click it and Unblock the Notifications
