#BreakingNews: 3 ગુજરાતીઓને મળ્યું મોદીની કેબિનેટમાં સ્થાન
નરેન્દ્ર મોદીની કેબિનેટમાં આજે વિસ્તરણ થયું છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજવામાં આવેલ શપથ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાજરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં 19 નવા નેતાઓને કેબિનેટમાં સમાવવામાં આવ્યા છે. જેમાં પુરુષોત્તમ રૂપાલાએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા છે. નોંધનીય છે કે પુરુષોત્તમ રૂપાલાને કેબિનેટ મંત્રી બનાવવાની ચર્ચાઓ જોરો પર હતી પણ તેમને રાજ્ય મંત્રીનું પદ આપવામાં આવ્યું છે.
નોંધનીય છે કે કેબિનેટના આ વિસ્તારમાં ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓ જેવા કે અમિત શાહ તથા કેબિનેટના તમામ મોટા નેતાઓ જેવા કે અરુણ જેટલી, નીતિન ગડકરી અને રાજનાથ સિંહે હાજરી આપી હતી.

પુરુષોત્તમ રૂપાલા સિવાય જસવંત સિંહ ભાભોર અને મનસુખ માંડવિયાને પણ મોદીની કેબિનેટમાં સમાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રકાશ જાવડેકર, વિજય ગોયલ, રામદાસ અથવાલે, એમ.એન.પાંડેને પણ આ કેબિનેટ વિસ્તરણ બાદ કેબિનેટમાં જોડવામાં આવ્યા છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
