અમીરગઢમાં સગર્ભા કુપોષિત મહિલાઓ, ટીબીના દર્દીઓને કરાયું પોષણક્ષમ આહારનું કિટ વિતરણ
બનાસકાંઠાનો અમીરગઢ તાલુકો કુપોષણ અને ટીબી મામલે ખૂબ જ પછાત છે. અંતરિયાળ વિસ્તાર એવા અમીરગઢમાં ઘણી બધી સગર્ભા મહિલાઓ કુપોષણથી પીડાય છે, તો અહીં ટીબીના પણ સૌથી વધુ દર્દીઓ છે. આવી સ્થિતિમાં સમભાવ ટ્રસ્ટ દ્વારા સ્વ. શૈલેષભાઈ ભુપતભાઈ વડોદરીયા કુપોષિત અને જોખમી સગર્ભા માતા પોષણ સહાય અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત શુક્રવારે 100થી વધુ સગર્ભા મહિલાઓને ખાસ પોષણક્ષણ આહારની કિટની વિતરણ કરવામાં આવી.

આ કાર્યક્રમ અંતર્ગત ધી સેક્રેટરિયેટ પોર્ટલના સીઓઓ શ્રી નીરજ અત્રીજી, ગાંધીનગર બ્યુરો ચીફ ગૌતમભાઈ પુરોહિત, VTV ડિજિટલના એડિટર ભાવિનભાઈ રાવલ સહિત ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લાના કોષાધ્યક્ષ અનિતાબેન અગ્રવાલ, ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય મીતાબેન સોની ઉપસ્થિત રહ્યા. જેમના હસ્તે લાભાર્થીઓને પોષણક્ષમ આહારની કિટ ઉપલબ્ધ કરાવવામાં આવી.
સગર્ભા મહિલાઓના આરોગ્યનું ધ્યાન રાખવા માટે પાલનપુરના ખૂબ જાણીતા સ્ત્રી રોગ નિષ્ણાત ડૉ. ટેલર દ્વારા તમામ સગર્ભા મહિલાઓનું નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. સાથે જ અમીરગઢમાં ટીબીનો મૃત્યુદર ઓછો કરવા માટે પણ ટ્રસ્ટ દ્વારા ખાસ પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે. જેના ભાગ રૂપે ટીબીના દર્દીઓને પણ પોષણક્ષમ આહારની કિટનું વિતરણ કરવામાં આવ્યું.

ઉલ્લેખનીય છે સ્વ. શૈલેષભાઈ ભુપતભાઈ વડોદરીયા કુપોષિત અને જોખમી સગર્ભા માતા પોષણ સહાય અંતર્ગત છેલ્લા 3 વર્ષથી અમીરગઢ તાલુકામાં શ્રી દર્શરથભાઈ ભટ્ટના નેતૃત્ત્વમાં સમાજસેવાનું આ સુંદર કામ કરવામાં આવી રહ્યું છે. જેને લીધે મહિલાઓના મૃત્યુદર અને ટીબીને કારણે થતા મૃત્યુદરમાં ઘટાડો આવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
