સુરક્ષાથી વિકાસની ઉડાન ભરવા માટે ડીસા એરબેઝ થશે તૈયાર: નરેન્દ્રભાઈ મોદી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા મંદિર ગાંધીનગરથી એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સપોને ખુલ્લો મુક્યો હતો. આ વેળાએ તેમણે બનાસકાંઠાના ડીસા ખાતે 52 વિંગ વાયુ સેના (એરફોર્સ) સ્ટેશનનો શિલાન્યાસ પણ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા મંદિર ગાંધીનગરથી એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સપોને ખુલ્લો મુક્યો હતો. આ વેળાએ તેમણે બનાસકાંઠાના ડીસા ખાતે 52 વિંગ વાયુ સેના (એરફોર્સ) સ્ટેશનનો શિલાન્યાસ પણ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠાના ડીસામાં નવા અને આધુનિક એરબેઝને વિકસિત કરવામાં આવશે. ડીસામાં વિકસિત થનારું આ એરબેઝ દેશની વાયુસેનાઓની સીમાઓને સુરક્ષિત રાખવાની રણનીતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહશે.
બનાસકાંઠાના ડીસા ખાતે ૪૫૧૯ એકરમાં બનનારુ આ ડીસા એરબેઝ આંતરરાષ્ટ્રીય સીમાથી માત્ર ૧૩૦ કિલોમીટરના જ અંતરે છે. આ એરબેઝના નિર્માણથી ગુજરાતની આસપાસના એરબેઝ વચ્ચે ૩૫૫ કિલામીટરનું અંતર ઓછુ થઇ જશે. જેનાથી આપણા લડાકુ વિમાનોના ઓપરેટિંગ રેન્જમાં વધારો થશે. સાથે યુદ્ધ સમયે રિસ્પોન્સ ટાઇમ પણ ઓછો કરી શકાશે. આ એરબેઝ બનવાથી દેશની પશ્ચિમી સીમા પર એક સાથે લેન્ડ અને સી ઓપરેશન કરવાનું સંભવ થશે સાથે જ વડોદરા અને અમદાવાદ જેવા આર્થિક કેન્દ્રોને મજબુત એર ડિફેન્સ મળશે. આ એરબેઝથી ઉડાન યોજના અંતર્ગત ઉત્તર ગુજરાતની એર કનેક્ટિવીટીમાં વધારો થશે.
આ એરબેઝના નિર્માણથી સ્થાનિક લોકો માટે રોજગારની તકો ઊભી થશે. આ એરબેઝને ફાસ્ટટ્રેક મોડમાં ૨૧ મહિનામાં તૈયાર કરવામાં આવશે. આ એરબેઝ દેશના ડિફેન્સને મજબૂતી અને ગુજરાતના વિકાસને નવી ગતિ આપવાની દિશામાં એક નવો અધ્યાય બની રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
