Gujarat Weather: નવરાત્રિના રંગમાં ભંગ પાડી શકે છે, રાજ્યમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી
Gujarat Weather: નવરાત્રિના રંગમાં ભંગ પાડી શકે છે, આજે ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, રાજ્યમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના લીધે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં વરસાદ વિદાય લઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, આણંદ, ભરૂચ, પંચમહાલ, દાહોદ, વલસાડ, નર્મદા, સુરત, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, છોટાઉદેપુર, વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, હજી પણ વરસાદની એક સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની સાથે સાથે પવનની ગતિ પણ 30થી 35 પ્રતિકલાકની રહેશે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું હતું કે, રાજ્યમાં ખાસ કરીને સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી, જૂનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથ સહિત અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતાઓ છે. રાજ્યમાં પવનની ગતિ 30થી 35 કિમી પ્રતિ કલાક રહેશે. 28 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગ પ્રમાણે, 26મી તારીખે વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાનાં છૂટાછવાયાં સ્થળોએ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. આ સાથે આ વિસ્તારોમાં ગાજવીજ થવાની પણ આગાહી છે. 27મી તારીખે ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 27મી તારીખે વડોદરા, છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાનાં છૂટાછવાયાં સ્થળોએ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગ પ્રમાણે 28મી તારીખે નવસારી, ડાંગ, ભરૂચ, સુરત, તાપી, વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી છે. જેમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29મી તારીખની વાત કરીએ તો, નવસારી, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 111.16% વરસાદ નોંધાયો
રાજ્યમાં અત્યાર સુધીમાં 111.16% વરસાદ નોંધાયો છે. રાજ્યમા કચ્છમાં 135.95, ઉત્તર ગુજરાતમાં 119.27, મધ્ય પૂર્વ ગુજરાતમાં 113.28, સૌરાષ્ટ્રમાં 95.70 અને દક્ષિણ ગુજરાતમાં 116.96% વરસાદ વરસ્યો છે.
-
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
