જાણો તમારા ઉમેદવારને: ભુજથી ભાજપના નીમાબેન આચાર્ય
ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ભુજ સીટ પરથી ભાજપના નીમાબેન આચાર્યને ટિકિટ આપવામાં આવી છે. નીમાબેન આચાર્ય વિષે થોડુ જાણીએ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 18 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની બીજી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ભુજ વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે નીમાબેન આચાર્યની પસંદગી કરવામાં આવી છે. તો નીમાબેન આચાર્ય વિષે થોડુ જાણીએ. 66 વર્ષના નીમાબેન આચાર્ય ભુજના હાલના ધારાસભ્ય છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીથી એમ.ડી. સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની કુલ સંપત્તિ લગભગ 34 કરોડ જેટલી છે. તેમનો મુખ્ય વ્યવસાય ડોક્ટરનો છે.

ભુજ કચ્છનું મુખ્ય વહીવટી વિસ્તાર છે. ભુજયા ડુંગરથી જાણીતું ભુજ એક ઐતિહાસિક શહેર છે. આ વિધાનસભાની 3જા નંબરની સીટ છે. વર્ષ 2012માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં નીમાબેન આચાર્યએ કોંગ્રેસના અમીરાલી હજ્જીહુસેન લોઢિયાને હરાવ્યા હતા. નીમાબેન આચાર્યએ 69,174 મતોથી જીત મેળવી હતી. માટે જ આ વખતે ભાજપે તેમને ફરી રિપીટ કર્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
