રૂપાલા વિવાદમાં નવો વણાંક, પરેશ ધાનાણીએ રાજકોટથી ચૂંટણી લડવા હામી ભરી
પુરૂષોત્તમ રૂપાલાના વાણી વિલાસ બાદ ચારે તરફથી ઘેરાયેલી બીજેપી માટે હવે કોંગ્રેસ મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે. અહેવાલો અનુસાર, પરેશ ધાનાણીએ રાજકોટ સીટ પરથી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે.
અહેવાલો અનુસાર, ક્ષત્રિયો અને બીજેપી સામસામે છે ત્યારે હવે કોંગ્રેસે પરેશ ધાનાણીને રાજકોટ સીટ પરથી ચૂંટણી લડવા માટે મનાવી લીધા છે.

સમાચારો અનુસાર, પરેશ ધાનાણીને મનાવવા માટે રાજકોટ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ પહોંચ્યુ હતુ. અહીં લલિત કગથરા સહિત લગભગ 150 લોકોએ તેમને મનાવ્યા બાદ હામી ભરી છે.
અહીં લાંબા સમય સુધી ચર્ચા થઈ હકી. બેઠક બાદ લલિત કગથરાએ જણાવ્યું કે, જો પરસોત્તમ રૂપાલા ટિકિટ બદલે તો પરેશ ધાનાણી નહીં લડે. પરસોત્તમ રૂપાલા અંગે જે વાતાવરણ બન્યું છે તેનો લાભ લેવા માટે અમે તેમને કહી રહ્યા છીએ અને આમાંથી કોંગ્રેસ ઉભી થાય તેમ છે. જો રૂપાલાને બદલવાની વાત આવે તો અમે સામેથી તમને કહીશું કે પરેશભાઇ તમારે લડવાનું નથી.
લલિત કગથરાએ જણાવ્યું કે, રાજકોટના તમામ આગેવાનો પરેશ ધાનાણી પાસે એક વાત કરવા આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના અભિમાનથી જે વાતાવરણ સર્જાયું છે, આવામાં તમામનો મત એવો છે કે પરેશ ધાનાણીને રાજકોટ બેઠક પરથી ઉતારો. એટલે અમે તમામ કાર્યકરો અહીં આવ્યા છીએ.
તેમણે કહ્યું કે, ભાજપ તેના અભિમાનથી તેમનો ઉમેદવાર ન બદલાવે તો રાજકોટ બેઠક પરથી ઉમેદવારી કરો. અમને આશા અને વિશ્વાસ છે કે પરેશભાઇ આટલા બધા કાર્યકરોની લાગણી દુભાવશે નહીં. ભાજપ ઉમેદવાર નહીં બદલે તો પરેશભાઇ રાજકોટથી ચૂંટણી લડશે અને લડશે જ, એ વાત અમે અહીંથી નક્કી કરીને જઇ રહ્યા છીએ.
જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં બીજેપીએ તમામ 26 બઠેક પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. બીજી તરફ કોંગ્રેસ ચાર બેઠક પર અને વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવાર જાહેર કરી શકી નથી. ગુજરાતમાં ચાર બેઠક રાજકોટ, અમદાવાદ પૂર્વ, નવસારી અને મહેસાણા બેઠકને લઇ કોંગ્રેસમાં અસમંજસ જોવા મળી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
