ગોધરા અને પોરબંદર મેડિકલ કૉલેજમાં આ વર્ષથી ૧૦૦-૧૦૦ મેડિકલ બેઠક પર એડમિશન પ્રક્રિયાનો પ્રારંભ થશે
ગુજરાત રાજ્યમાં હયાત જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ કરીને મેડિકલ કોલેજની સ્થાપના કરવા માટે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈ હેઠળ મળેલી મંજૂરી અનુસાર ગોધરા અને પોરબંદર ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી મે
ગુજરાત રાજ્યમાં હયાત જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ કરીને મેડિકલ કોલેજની સ્થાપના કરવા માટે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈ હેઠળ મળેલી મંજૂરી અનુસાર ગોધરા અને પોરબંદર ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી મેડિકલ કોલેજની સ્થાપના માટે નેશનલ મેડિકલ કમિશનને અરજી કરવામાં આવી હતી. જે અન્વયે નેશનલ મેડિકલ કમિશન દ્વારા તા.૨૯મી જુલાઈ, ૨૦૨૨ના રોજ આ બંને કોલેજો ખાતે વર્ચ્યુઅલ ઇન્સ્પેક્શન સહિત તબક્કાવાર ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.

આ વર્ચ્યુઅલ ઇન્સ્પેક્શનના પગલે ખૂબ જ ટૂંકા ગાળામાં નેશનલ મેડિકલ કમિશન દ્વારા ગોધરા અને પોરબંદર ખાતે મેડિકલ કોલેજની સ્થાપના માટે 'લેટર ઓફ ઈન્ટેન્ટ' આપવામાં આવ્યાં છે. હવે 'લેટર ઓફ પરમિશન' મળશે એટલે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં આ બંને કોલેજો ખાતે ૧૦૦-૧૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે.
શિક્ષમ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને ખાનગી એમ કુલ ૩૧ મેડીકલ કોલેજો મળીને ૫૭૦૦ સીટ છે. ગોધરા અને પોરબંદરમાં મેડીકલ કોલેજ શરૂ થશે પછી રાજ્યની ૩૩ મેડિકલ કોલેજમાં બેઠકોની કુલ સંખ્યા ૫૯૦૦ થશે. બંને મેડીકલ કોલેજોને નેશનલ મેડીકલ કાઉન્સીલની પરવાનગી મળી છે તે કુલ રૂ. ૬૬૦ કરોડના ખર્ચે કાર્યરત થશે. આ રકમમાં કેન્દ્ર સરકારનો ૬૦ ટકા અને રાજ્ય સરકારનો ૪૦ ટકા હિસ્સો છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે રાજપીપળા, મોરબી અને નવસારી એમ ત્રણ નવી મેડીકલ કોલેજ માટે મોકલેલી દરખાસ્ત અંગે પણ નજીકના ભવિષ્યમાં જ નેશનલ મેડીકલ કાઉન્સીલ તરફથી મંજૂરી મળવાની સંપૂર્ણ સંભાવનાઓ છે. નવી મેડીકલ કોલેજોમાં લેબોરેટરી, લાયબ્રેરી, હોસ્ટેલ્સ, ટયૂટર અને પેરામેડીકલ સ્ટાફની સગવડતા મળશે. આવનારા દિવસોમાં પાંચ નવી મેડીકલ કોલેજો શરૂ થવાથી ગુજરાતના વિદ્યાર્થીઓને તબીબી અભ્યાસ માટે મોંઘી ફી ભરીને રાજ્ય બહાર ગયા વિના રાજ્યમાં ઘરઆંગણે જ તબીબી શિક્ષણની સુવિધા મળી રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
