ગુજરાત વિધાનસભામાં લોકાયુક્ત બિલ પસાર, વિપક્ષનું વોકઆઉટ

રાજ્ય સરકારે ગુજરાત વિધાનસભાના અંતિમ દિવસે એટલે કે આજે આ લોકાયુક્ત માટેનો નવો ખરડો રજૂ કર્યો હતો. જોકે જેની સામે વિપક્ષી દળે ભારે વિરોધ નોંધાવ્યો હતો. અને આ નવા ખરડા અંગે ચર્ચા પણ થઇ પરંતુ છેક સુધી લડત આપવા છતાં પણ વિપક્ષને હારનો સામનો કરવો પડ્યો હતો અને અંતે બિલને ગૃહમાં મંજૂરી મળી ગઇ હતી, અને વિપક્ષે વોકઆઉટ કરી લીધું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે 1986ના વર્ષથી લોકાયુક્ત અધિનિયમ અસ્તિત્વમાં છે પરંતુ છેક 2003થી રાજ્યમાં લોકાયુક્તની નિમણૂંક થઇ જ નથી. આ પહેલા રાજ્યપાલ કમલા બેનિવાલે લોકાયુક્ત તરીકે પૂર્વ જસ્ટિસ આર. એ. મેહતાની નિમણૂંક કરી હતી. જે અંગે વિવાદ વકર્યો હતો અને આખો કેસ છેક સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો હતો. જોકે સુપ્રિમ કોર્ટે મોદી સરકાર વિરુદ્ધનો નિર્ણય સંભળાવ્યો હતો.
નવા સુધારા સાથેના આ લોકાયુક્ત બીલમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે હવે લોકાયુક્ત અધિનિયમ 2013 પ્રમાણે રાજ્યમાં લોકાયુક્તની નિમણૂંકમાં સીધી મુખ્યમંત્રીની દખલ રહેશે જ્યારે રાજ્યપાલે એમાં માથું મારવાનું આવશે નહીં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
