Navratri 2024: ગરબા રમવા હોય તો બતાવવું પડશે આધાર કાર્ડ
Navratri 2024: ગણેશ મહોત્સવ દરમિયાન ગુજરાતના વિવિધ શહેરોમાં પથ્થરમારાની ઘટનાઓ સામે નારાજગી વ્યક્ત કરતાં વિવિધ સંસ્થાઓએ આવતા મહિને શરૂ થઈ રહેલા નવરાત્રી ઉત્સવમાં ભાગ લેવા માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, લવ જેહાદની ઘટનાઓને રોકવા માટે ગરબા આયોજકોએ ભાગ લેનારાઓની ઓળખ કરવી જરૂરી માને છે.
મુસ્લીમ યુવકો હિન્દુ નામનો ઉપયોગ કરીને હિન્દુ છોકરીઓને ફસાવતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. જે કારણે સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સાથે જે રીતે ગણેશોત્સવમાં પથ્થરમારો કરીને વાતાવરણ ડહોળવાના પ્રયાસો થયા છે, તેના કારણે પણ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
આવા સમયે મુસ્લિમ નેતાઓ પૂછે છે કે, શું તેઓને રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક આધાર પર આયોજિત ગરબામાં પ્રવેશતા રોકવામાં આવશે.
સાહિર રાસોત્સવના ડાયરેક્ટર સુરેન્દ્ર સિંહ વાળાએ જણાવ્યું હતું કે, ગણેશ પંડાલમાં પથ્થરમારો અને લવ જેહાદ જેવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ગરબા મહોત્સવમાં બિનહિન્દુઓના પ્રવેશ પર રોક લગાવવામાં આવશે.
આ માટે ગરબા રમવા આવતા ખેલૈયાઓએ ફરજિયાતપણ આધાર કાર્ડ બતાવવું પડશે.
આધાર કાર્ડ બતાવ્યા બાદ જ મળશે એન્ટ્રી - મુસ્લિમ યુવાનો નામ બદલીને ગરબામાં જોડાય છે, જે ખોટું છે. આ માટે આધાર કાર્ડ જોયા પછી જ પ્રવેશ આપવામાં આવશે.
કડવા પાટીદાર સમાજના પુષ્કર પટેલ કહે છે કે, આધાર કાર્ડ જેવી સિસ્ટમ જરૂરી છે. લવ જેહાદની માનસિકતા સાથે મુસ્લિમ યુવાનો નામ બદલીને ગરબા ઉત્સવમાં આવે છે.
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળે પણ ગરબા અને અન્ય સમારંભોમાં બિન-હિંદુઓના પ્રવેશનો વિરોધ કર્યો છે. VHPના પ્રવક્તા હિતેન્દ્ર સિંહ રાજપૂતે અપીલ કરી છે કે, ગરબા આયોજકોએ ઓળખ કાર્ડ જોઈને જ ફેસ્ટિવલમાં પ્રવેશ કરવો જોઈએ.
બજરંગ દળ આ અંગે હેલ્પલાઇન શરૂ કરશે. AIMIMના પ્રવક્તા દાનિશ કુરેશીનું માનવું છે કે, રાજ્યમાં સુપર પોલીસિંગ થઈ રહી છે. ધર્મના આધારે પ્રવેશ નકારવો ખોટું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
