નર્મદા જિલ્લા પંચાયત ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઇ
National Girl Child Day : ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દર વર્ષે 24 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ કચેરી, નર્મદા દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત જિલ્લા પંચાયત ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મેહુલભાઈ માછીએ જણાવ્યું કે, દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ પ્રોગ્રામો કરવામાં આવે છે, જેના થકી દીકરીઓને મુખ્ય પ્રવાહમાં જોડવા તથા અસમાનતા, ભેદભાવ દૂર કરી હિંસામાં ન્યાય થાય તે માટે જાગૃત કરવામાં આવે છે.

જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુંએ ઉપસ્થિત દીકરીઓને રાષ્ટ્રીય બાલિકા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ વેળાએ મહિલાબાળ વિકાસ યુવા પ્રવૃત્તિ સમિતિના અધ્યક્ષ દક્ષાબેન વસાવાએ જણાવ્યું કે, આજે આપણા સૌના માટે ગૌરવની વાત છે કે, આજે દીકરીઓ અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહી છે, અને આત્મનિર્ભર બનીને ગામ, જિલ્લા, દેશને ચલાવી રહી છે. મહિલા અને બાળવિકાસ અધિકારી જે. બી. પરમારે પણ વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃતમાં માહિતી આપી હતી.
રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે તેજસ્વીની જિલ્લા પંચાયત અંતર્ગત બાલિકાઓ દ્વારા સામાન્યસભા યોજી હતી. જેમાં દીકરીઓના જન્મ અને શિક્ષણ, દીકરીઓનું રાજનૈતિક સશક્તિકરણ અને આગામી સમયમાં 50 ટકા મહિલા અનામત, આરોગ્ય અને પોષણ તથા જાતિગત સમાનતા, દીકરીઓના હક્ક અધિકાર, સામજિક દુષણો વગેરે મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવ્યું હતું.
ગરુડેશ્વર તાલુકામાં ખડગદા ગામે ચૂંટણી પ્રક્રિયા દ્વારા તથા જિલ્લાની પ્રથમ બાલિકા પંચાયત ઊભી કરાઇ છે. પધારેલા મહાનુભાવો દ્વારા બાલિકા પંચાયતની દીકરીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં રાષ્ટ્રીય કક્ષામાં રમત-ગમત ક્ષેત્રે તેમજ શિક્ષણ ક્ષેત્રે સિધ્ધી મેળવેલા દિકરીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે વહાલી દીકરી વધામણા કીટ વિતરણ અને વહાલી દીકરી મંજૂરી હુકમ અને પ્રમાણપત્ર વિતરણ કરાયા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્નાબેન પટેલ, સહિત સંબંધિત વિભાગના કર્મચારીઓ, શિક્ષકગણ સહિત મોટી સંખ્યામાં જિલ્લાની દીકરીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
