સુરતમાં નાથુરામ ગોડસેની જયંતિ ઉજવાઈ, 6 લોકોની અટક
ભોપાલથી લોકસભા સીટની ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુર ઘ્વારા ગોડસેને દેશભક્ત કહેવાના નિવેદન પછી હવે ગુજરાતના સુરતમાં વિવાદ વધી ગયો છે.
મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસે પર રાજનીતિ અટકી નથી રહી. ભોપાલથી લોકસભા સીટની ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુર ઘ્વારા ગોડસેને દેશભક્ત કહેવાના નિવેદન પછી હવે ગુજરાતના સુરતમાં વિવાદ વધી ગયો છે. હિન્દૂ મહાસભા સાથે જોડાયેલા લગભગ 30-35 લોકોએ નાથુરામ ગોડસેની 109 જયંતિના અવસરે કાર્યક્રમનું આયોજન કરી નાખ્યું. આ કાર્યક્રમમાં તેમને ગાંધીની હત્યાને વધ તરીકે ગણાવ્યો. તેની સાથે સાથે તેમને 109 દિવા પ્રગટાવીને 109 કિલો લાડુનો પ્રસાદ પણ વહેંચ્યો. આ કાર્યક્રમની જાણકારી આસપાસમાં રહેતા સામાન્ય લોકોને થઇ, ત્યારે ગોડસે માટે કાર્યક્રમ કાર્ય લોકો માટે રોષ પ્રગટ થયો. પોલીસે 6 લોકોની અટક પણ કરી છે.

નાથુરામ ગોડસેની જન્મજયંતિના કાર્યક્રમની ભનક કોંગ્રેસને પણ લાગી ગઈ. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ ટવિટ કરીને એક વિડિઓ પણ પોસ્ટ કર્યો. તેમને ટવિટ કરીને લખ્યું કે ગાંધીજી ના ગુજરાતમાં ભાજપ શાશનમાં ગાંધીજીના હત્યારા ગોડસેના સમર્થકોને એટલું પોષણ મળી રહ્યું છે કે તેઓ ખુલ્લેઆમ ગોડસેનો જન્મદિવસ ઉજવવાની હિમ્મત કરી રહ્યા છે. ગોડસેના સમર્થક ગુજરાત માટે કલંક છે, તેમને ગુજરાતમાં રહેવાનો પણ હક નથી.
જયારે બીજી બાજુ સુરત કોંગ્રેસ અધ્યક્ષ બાબુ રાયકા ઘ્વારા જણાવવામાં આવ્યું કે પોલીસે કાર્યવાહીના નામ પર ફક્ત એક જ વ્યક્તિને પકડ્યો છે, જયારે આ પ્રોગ્રામ ઓછામાં ઓછા 30 થી 40 લોકો ઘ્વારા કરવામાં આવ્યો હતો.
-
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી









Click it and Unblock the Notifications
