AMCનો મોટો નિર્ણય, નરોડા-નારોલ હાઈવેને 250 કરોડના ખર્ચે બનશે હાઈટેક બનાવાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ અમદાવાદના મહત્વના ગણાતા નરોડા-નરોલ હાઈવેને અંદાજે 250 કરોડના ખર્ચે નવો લુક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આશરે 13.7 કિલોમીટર લાંબા આ વ્યસ્ત કોરિડોર પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે એએમસી દ્વારા આધુનિક સુવિધાઓ સાથે રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરાશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ, એરપોર્ટ સર્કલથી દફનાળા રોડની જેમ જ હવે નરોડા-નરોલ રોડને આઈકોનિક અને સુવિધાજનક બનાવાશે.

આ પ્રોજેક્ટ અંતર્ગત 60 મીટર પહોળો રસ્તો તૈયાર કરવામાં આવશે, જેમાં વાહનચાલકોની સુરક્ષા અને સરળ અવરજવર માટે વિશેષ ડિઝાઇન તૈયાર કરાઈ છે.

મુખ્ય માર્ગની બંને બાજુ 10.5 મીટરના કેરેજવે અને સ્થાનિક ટ્રાફિક માટે અલગથી 10.5 મીટરના સર્વિસ રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

પદયાત્રીઓની સુવિધા માટે રસ્તાની બંને તરફ 2 મીટર પહોળા ફૂટપાથ, બેસવા માટેની વ્યવસ્થા અને ટ્રાફિક સાઈન બોર્ડ જેવી આધુનિક સુવિધાઓ ઊભી કરાશે.

રસ્તાની સુંદરતા વધારવા માટે પ્લાન્ટેશન અને લેન્ડસ્કેપિંગની સાથે ટ્રાફિકને સુવ્યવસ્થિત કરવા માટે મધ્યમાં 1 મીટરનું મીડિયન પણ બનાવવામાં આવશે.

આ માર્ગ તૈયાર થવાથી પૂર્વ અમદાવાદની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે અને વર્ષોથી સર્જાતી ટ્રાફિક જામની સમસ્યામાંથી નાગરિકોને મોટી રાહત મળી શકશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X