Narmada dam : નર્મદા ડેમમાંથી 4.50 લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી તોફાની
Narmada dam : નર્મદા ડેમમાંથી 4.50 લાખ ક્યુસેક પાણી છોડાતા વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદ ફરી એકવાર જળબંબાકાર બન્યું છે.
નર્મદા નદી ફરીથી બે કાંઠે વહેવા લાગી છે, જેના પરિણામે ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના 92 પગથિયાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નર્મદા નદીની જળ સપાટી સતત અને ધીમી ગતિએ વધી રહી છે.

નર્મદા નદીમાં પાણીની સપાટી વધતા વહીવટી તંત્ર સક્રિય થયું છે અને ડભોઈ તાલુકાના નીચાણવાળા ગામો ચાંદોદ, કરનાડી, નંદેરીયા અને ભીમપુરામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ ગામોના નાગરિકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.
આ સીઝનમાં આ ત્રીજીવાર છે જ્યારે ચાંદોદ ખાતે નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. એક તરફ નર્મદાના નીર અને બીજી તરફ છેલ્લા કેટલાક કલાકોથી ચાલી રહેલા ધોધમાર વરસાદને કારણે ચાંદોદ પંથકમાં જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદના કારણે વિવિધ સોસાયટી અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
