નર્મદા ડેમમાં સારી આવકથી પાણીનું સ્તર 118.40 મીટરે પહોંચ્યું

મધ્યપ્રદેશ અને ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદને પગલે ઉપરવાસની પાણીની આવક નર્મદા ડેમમાં એકત્ર થઇ રહી છે. છેલ્લા 36 કલાક કરતા વધારે સમયમાં પાણીની ભરપૂર આવક નર્મદા ડેમમાં થતા શુક્રવારે બપોરે 11 કલાકે નર્મદા ડેમની સપાટી 118.40 મીટરે પહોંચી છે. નર્મદા ડેમને 121 મીટરની ઊંચાઇએથી છલકાવામાં હવે માત્ર 3 મીટર જેટલા પાણીની આવક આવવાની જરૂર છે.
નર્મદા ડેમના અધિકારીઓના જણાવ્યા અનુસાર ડેમમાં પાણીની આવકમાં દર એક કલાકે 40 સે.મી.નો વધારો થઇ રહ્યો છે. નર્મદા ડેમ છલકાવામાં હવે થોડું જ અંતર રહ્યું હોવાથી નદી કાંઠે આવેલા ગામોને સતર્ક કરી સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. નર્મદા ડેમનું પાણી દરિયા કે ખાડીમાં ન જાય તે માટે નર્મદા ડેમ ખાતે ઉભા કરાયેલ વિજળી ઉત્પાદન થર્મલપાવર સ્ટેશનમાં શુક્રવારે સાંજથી પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત અને મધ્યપ્રદેશમાં હજી પણ સારા વરસાદની આગાહી છે. આ કારણે ડેમમાં પાણીની વધારે આવક થવાની શક્યતા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
