1 નવેમ્બરે નરેન્દ્ર મોદી ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે
ગાંધીનગર, 30 ઓક્ટોબર : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આગામી લોકસભા ચૂંટણી 2014 માટે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર બન્યા ત્યારથી ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા જોરશોર પર હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ આગામી 1 નવેમ્બર, 2013 શુક્રવારના રોજ ધનતેરસના શુભ દિવસે યોજવામાં આવશે.
મંત્રીમંડળના વિસ્તરણનો કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં સવારે 9.30 વાગ્યે મંત્રી મંડળનું વિસ્તરણ કરાયા બાદ રાજયકક્ષાના નવા છ મંત્રીઓની શપથવિધિ યોજાશે. આ અંગેની માહિતી આપતા સરકારના પ્રવકતા મંત્રી નીતિન પટેલે જાહેર કર્યુ છે કે વિધાનસભાની ચુંટણી પછી પ્રથમ વખત વિસ્તરણ થઇ રહયુ છે. જેમાં 6 મંત્રીઓ ઉપરાંત 4થી 5 સંસદીય સચિવની નિયુક્તિ કરવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચુંટણી બીદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 26 ડિસેમ્બર, 2012ના રોજ 8 કેબીનેટ મંત્રીઓ અને 9 રાજયકક્ષાના મંત્રીઓ સાથે શપથ લીધા હતા. હાલ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળનું સંખ્યાબળ 17 સભ્યોનું છે. નિયમ મુજબ હજુ વધુ 10 સભ્યો ઉમેરી શકાય તેમ છે. જેમાં હાલ મુખ્યમંત્રીએ રાજયકક્ષાએ નવા છ મંત્રીઓ ઉમેરવા નકકી કર્યુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વર્તમાનમાં કોઇ મંત્રીઓને પડતા મુકાશે નહી. જો રાજયકક્ષાના કોઇ મંત્રીને બઢતી આપવાનુ નકકી થાય તો વસુબેન ત્રિવેદી, નાનુભાઇ વાનાણી અને પ્રદિપસિંહ જાડેજાને તક છે. હાલના તમામ મંત્રીઓ પાસે બેથી વધુ ખાતા હોવાથી વિસ્તરણ પછી કાર્યભારણ હળવો બનશે. નવા મંત્રીમંડળમાં લોકસભાની ચુંટણીને ધ્યાને રાખી જ્ઞાતિ અને ભૌગોલિકનું સંતુલન જાળવવાના પ્રયાસો થશે.
હાલ સરકારમાં નીતિન પટેલ, આનંદીબેન પટેલ, બાબુભાઇ બોખિરીયા, રમણભાઇ વોરા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભભાઇ પટેલ અને ગણપત વસાવા કેબિનેટ મંત્રી તથા પરસોતમ સોલંકી, પરબતભાઇ પટેલ, વસુબેન ત્રિવેદી, પ્રદિપસિંહ જાડેજા, લીલાધર વાઘેલા, રજનીકાંત પટેલ, ગોવિંદભાઇ પટેલ, નાનુભાઇ વાનાણી અને જયંતિભાઇ કવાડીયા રાજયકક્ષાના મંત્રી છે.
નવા મંત્રીઓમાં કોના નામ મોખરે?
નવા મંત્રી મંડળમાં જેતપુરથી ચુટાયેલા જયેશ રાદડિયા, કચ્છમાંથી નિમાબેન આચાર્ય, તેમના વિકલ્પરૂપે તારાચંદ છેડા અને વાસણભાઇ આહિરનું નામ છે. જ્યારે ભાવનગર જીલ્લામાંથી કેશુભાઇ નાકરાણી અથવા વિભાવરીબેન દવે, ઉતર ગુજરાતમાંથી દિલીપ ઠાકર, ભરૂચમાંથી દુષ્યંત પટેલ અથવા છત્રસિંહ મોરી, પાટણમાંથી રણછોડભાઇ રબારી અને ગાંધીનગરમાંથી શંભુજી ઠાકોરના નામની ચર્ચા છે. સૌરાષ્ટ્રમાં સૌથી સિનીયર ગણાતા જુનાગઢના મહેન્દ્ર મશરૂને મંત્રી પદ અથવા સંસદીય સચિવ પદ મળી શકે છે. અમદાવાદમાંથી રાકેશ શાહ અથવા ભુષણ ભટ્ટ અને અન્ય કેટલાક નામો પણ ચર્ચામાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
